________________
૨૧૦
તિહાં પ્રથમ દયા એવું નામ, તે નામદયા જાણવી,
તથા દયા એવા અક્ષર લખવા, તે અસદ્દભાવસ્થાપના અને દયાળુમૂર્તિ સ્થાપવી, તે સદ્ભાવસ્થાપના
તથા વ્યવહારનયને મતે સ્વચ્છ દપણે જ્ઞાનીની નિશ્રા વિના કે લેકને દેખાડવારૂપ દયા પાળવી, તે દ્રવ્યદયા જાણવી,
તથા જુસૂત્રનયને મતે મન, વચન, કાયાએ કરી એકચિત્તે પરજીવના પ્રાણ હણે નહિ, હણાવે નહિ, તથા હતને અનુમે દે નહિ તે ભાવદયા જાણવી.
એ ચાર નિક્ષેપ જુસૂત્રનયને મતે યથાપ્રવૃત્તિકરણરૂપ પહેલે ગુણઠાણે જાણવા.
૩૧૫–તથા વળી દયા એવું નામ, તે નામદયા,
તથા દયા એવા અક્ષર લખવા અથવા દયાળુભૂતિ થાપવી, તે સ્થાપના દયા,
તથા ત્ર ત્રનયને મતે એક ચિત્તે કરી વ્યવહાર નયને મતે આજ્ઞાનાબંધારણવિના મન, વચન અને કાયાએ કરી પરજીવના પ્રાણ હશે નહિ, હણાવે નહિ, હણતાને અનુદે નહિ, તે દ્રવ્યદયા જાણવી.
તથા શબ્દનયને મતે જીવ, અજીવરૂપ સ્વસત્તાપરસત્તાની વહેંચણ કરી, જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ ભાવપ્રાણ પિતાના અને પરના તેને કમરૂપ આવરણપણે