________________
૧૭૫
૨૨૭ હવે નિશ્ચયથકી મૃષાવાદ વિરમણ વ્રતનું સ્વરૂપ કહે છે.
પૌગલિક પર વસ્તુને આપણું કહેવી, તે નિશ્ચય મૃષાવાદ જાણવે, કારણ કે પુદગલ પરમાણુઓ છે તે શાશ્વતા છે, તે એકેક જીવે અનંતીવાર આહારપણે લઈને નિહારપણે કરી અનંતા જીવ સિદ્ધિ વર્યા અને હજી પણ સેવે જીવ આહારપણે લઈ નિહારપણે કરે છે, તેમ આપણુ જીવે પણ અનંતીવાર આહારપણે લઈ નિહારપણે કર્યા, તે કારણે એ સાધારણ વસ્તુ કહીયે. | માટે તે પૌગલિક વસ્તુને જીવ આપણું કરી માને તે નિશ્ચયમૃષાવાદ કહીયે. તેમજ જીવને અજીવ કરી જાણે, ઈત્યાદિક અજ્ઞાનપણું તેને નિશ્ચયમૃષાવાદ જાણ. અથવા સિદ્ધાન્તના અર્થ ખોટા કહે, તે પણ મૃષાવાદમાં છે, એ મૃષાવાદ જેણે ત્યા તે નિશ્ચયમૃષાવાદ થકી વિરપે કહી. - એટલે બીજા સ વ્રત ભાગે તેથી પણ ચારિત્રભંગ થાય, પરંતુ જ્ઞાન, દર્શનને ભંગ ન થાય, અને જેણે નિશ્ચયમૃષાવાદ ભાંગે, તેણે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે ભાંગ્યા.
જે કારણે આગમમાં એમ કહ્યું છે કે એક સાધુએ ચોથું વ્રત ભાંગ્યું અને એક સાધુએ બીજું મૃષાવાદત્રત ભાંગ્યું, તેમાં જેણે ચોથું વ્રત ભાંગ્યું તે આલેચના લીધે શુદ્ધ થાય, પરંતુ જેણે સિદ્ધાંતના બેટા અર્થ કહી મૃષાવાદ ઉપદેશ દીધે, તે આલેચના લીધે પણ શુદ્ધ ન
૧૨