________________
૧૭૧
ખપાવનાર અને અનંત ગુણરૂપ લક્ષ્મીને પ્રગટ કરવાવાળા આપણે જીવ છે, માટે પિતાના આત્માનું ધ્યાન એકાગ્રચિત્તે કરતે આરાધના કરતે થકે જીવ, સંસાર સમુદ્રના તીર = કાંઠાને પામે. - ૨૧૩ તથા વ્યવહારથકી સુદેવ તે શ્રી અરિહંત ભગવાન બાર ગુણે કરી સહિત, ચેત્રીશ અતિશયે કરી વિરાજમાન, પાંત્રીશ વાણીરૂપ ગુણે કરી ભવ્ય અને હિતેપદેશ કરતા આરિસાની પેરે નિમિત્ત કારણરૂપ જાણવા.
૨૧૪ તથા નિશ્ચયથકી કુદેવ તે પિતાના આત્માનું સ્વરૂપ ન ઓળખ્યું અને જ્ઞાનદશાએ કરી જડરૂપ વિભાવદશામાં જેનું ચિત્ત સદાકાળ લાગી રહ્યું છે, એ રીતે પિતાના આત્માની વિરાધના કરતે થકી પ્રાણી સંસારરૂપ સમુદ્રમાં ડૂબે.
૨૧૫ વ્યવહારથકી કુદેવ તે કૃષ્ણ, મહાદેવ, ક્ષેત્રપાલ, બ્રહ્મા, પિતૃ પ્રમુખ જાણવા. - એ રીતે નિશ્ચય-વ્યવહારરૂપ દેવનું સ્વરૂપ જાણ સમકિત શુદ્ધ કરવું,
હવે નિશ્ચય-વ્યવહારથી ગુરૂ એળખવારૂપ ચોભંગી કહે છે.
૨૧૮ પ્રથમ નિશ્ચયથકી સુગુરૂ તે આપણા જીવને એકાંતે બેસાડી રૂડી શિખામણ આપી, મિથ્યાત્વરૂપ કુમાર્ગથી નિવારી, અને સમકિતરૂપ શુદ્ધ માર્ગે ચઢાવે,