________________
૧૪૨
૧૮૪ શિષ્ય—એ નવ તત્ત્વમાંથી જીવને સાધકદશા કેટલા તત્ત્વની સાથે છે?
ગુરૂ:——નવ તત્ત્વમાંથી જીવને સાધકદશા એ તત્ત્વની સાથે જાણવી.
કારણ કે નિગેાદમાં કમે કરી જીવની ચેતના દુખાણી પણ અક્ષરના અનંતમા ભાગ ઉઘાડા હતા. તેણે કરી જીવિતપણું હતુ, તિહાં થકી અકામ નિજ રાએ કાલસ્થિતિને ચેાગે કરી જીવ ઊંચા આન્યા, ત્રસપણું પામ્યા, અને પુણ્યના ઉદયે શ્રાવકકુલ, દેવ-ગુરૂની જોગવાઈ મળી.
પરંતુ શબ્દ-સમભિરૂઢનયને મતે સમકિત ભાવરૂપ સંવર, નિજ રા એ એ તત્ત્વ જો જીવને સહાયકારી થાય, તા સકલ કમ થકી છેાડાવી જીવને માક્ષનગર પહોંચાડે. માટે સાધક દશારૂપ જીવને સવર્ અને નિરા એ એ તત્ત્વ જાણવા.
૧૮૫ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી જીવને સિદ્ધદશા કેટલા તત્ત્વની સાથે છે?
ગુરૂ:--એ નવ તવમાંથી જીવને સિદ્ધશા એક માક્ષતત્ત્વની સાથે જાણવી.
કારણ કે એવ ભૂતનયને મતે સકલ કમ ક્ષય કરી શુદ્ધ સત્તા, નિર્મળ, પરમ જ્યાતિ, લેાકાલાક પ્રકાશક, અનંત ગુણુ સોંપન્ન હાય તેને સિદ્ધદશા કહીયે, તે તે માક્ષમાં હાય, માટે મેાક્ષતત્ત્વની સાથે સિદ્ધદશા છે.