________________
જુસૂત્રનયને મતે અંતરંગભાવની ચિકાશ વિના ઉપર થકી વ્યવહારનયને મને સમકિતીજીવ, કમને વશે કરી ભેગાદિક અશુભ કરણ અનેક પ્રકારે કરે છે, પરંતુ અંતરંગ ભાવની ચિકાશ વિના તેને પાપરૂપ દળીયા તીવ્રપણે ચુંટતા નથી. | માટે સમકિતી જીવ, કમને વશ કરી ચારિત્ર મેહના ઉદયથી સંસારમાં વ્યવહારનયે કરી ઉપર થકી વિષયાદિક અશુભકરણ કરે છે, પણ હજુસૂત્રનયને મતે અંતરંગ પરિણામરૂપ ભાવની ચિકાશ વિના કર્મરૂપ દળીયા લાગતા નથી. એ પરમાર્થ જાણ. -
એમ વ્યવહારનયને મતે જીવ અશુભ પ્રકારે કરણીને કર્તા છે, તેનું સ્વરૂપ સામાન્ય પ્રકારે કહ્યું.
વળી ત્રસૂત્રનયને મતે ભાવના ચિકાશરૂપ પરિણામે કરી જીવ પુણ્ય ફળને પામે.
કારણ કે શરણુ શેઠે વ્યવહારનયને મતે ઉપર થકી તે દાન આપ્યું નથી, પરંતુ હજુ સૂત્રનયને મતે અંતરંગ દાન દેવાના ચિકાશરૂપ પરિણામ હતા. તેણે કરી ભાવચિકાશે બારમા દેવલોકના દળીયા લાગ્યા.
તેમજ શ્રીતીર્થકર ભગવાને પણ આગળ ત્રીજે ભવે ગજુસૂત્રનયને મતે અંતરંગ ભાવની ચિકાશરૂપ પરિણામે કરી સર્વ જીવને ધમ પમાડી દુખ થકી મૂકાવી સુખિયા કરૂં? એવી ભાવના ભાવી, તે ભાવના ચિકાશરૂપ પરિણામે તીર્થકર નામ ગેત્રના દળીયા બાંધ્યા.