________________
ભાવ૫રમાત્મા કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્ત્વ પામીયે.
૧૫૮ શિષ્ય –સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં જ્ઞાન, જ્ઞાતા અને શેય, એ ત્રિભંગી ઉપજે છે, તેને શે પરમાથ?
ગુરૂ–જ્ઞાન–જાણપણું તે જીવને ગુણ છે, તે જ્ઞાન ગુણે કરીને ત્રણ કાળનું સ્વરૂપ પ્રત્યક્ષપણે એક સમયમાં સિદ્ધ પરમાત્મા જાણે છે, તેથી સિદ્ધને જીવ જ્ઞાતા છે, અને જેને જ્ઞાનગુણે કરી જાણે છે, એવા સર્વ દ્રવ્ય તે ય છે, એ સિદ્ધ પરમાત્માને વિશે ત્રિભંગીનું સ્વરૂપ જાણવું.
૧૫૯ શિષ્યા–સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં કર્તા, કારણ અને કાર્ય એ ત્રિભંગી ઉપજે છે, તેને પરમાર્થ ?
ગુરૂ-કર્તા સિદ્ધને પિતાને જીવ જાણુ, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યરૂપ અનંતા ગુણ જે છે તે કારણ જાણવા. તથા કાર્ય પર્યાયનું ઉત્પાદ વ્યયરૂપ નવા રેયની સમયે સમયે અનંતી અવંતી વર્તનારૂપ જે સુખ, તે સુખનું આસ્વાદન તે કાર્ય જાણવું.
૧૬૦ શિષ્ય –સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રિભંગી ઉપજે છે. તેને યે પરમાર્થ ?
ગુરૂદ–ધ્યાન તે સિદ્ધના જીને પિતાના સ્વરૂપનું છે, તે ચાર ધ્યાનથકી ઉત્તર જાણવું, અને તેને ધ્યાતા તે સિદ્ધને પિતાને જીવ તથા ધ્યેય તે આત્મિક સ્વરૂપ જાણવું.
એ રીતે જે જીવ, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ જાણે,