________________
૧૨૩
શાશ્વતા, સર્વ જગતના ભાવ પ્રપંચ જાણવાને શક્તિમત, એવું તારું સ્વરૂપ અસંખ્યાત પ્રદેશે કરી સહિત છે, પશુ એક એક પ્રદેશે અનત કમ' પરમાણુ રાગદ્વેષની ચિકાશે અતિ સ્નિગ્ધપણે નિખિડભૂત લાગ્યા છે, તેણે કરી જ્ઞાનસ્વરૂપ દખાઈ ગયું છે, તે પ્રગટ કરવાને અર્થે સંસાર ઉદાસી ત્યાગરૂપ વૈરાગ્યભાવના ભાવતા જ્ઞાનીની નિશ્રાયે સ્વ-પરની વહેંચણુમાં લક્ષ્યપૂર્વક વિવિધ અનુષ્ઠાનેાના આસેવનથી સ્વ– સ્વરૂપનું ગ્રહણ કરે, અને પરસ્વરૂપને વિભાવરૂપ જાણી ત્યાગ કરે.
એ રીતે અનુભવરસમાં ઝીલતા ધ્યાનરૂપ અગ્નિએ કરી કમાઁ આવરણને ભસ્મ કરતા થકા, ઘેાડા કાળમાં પરમાનદ પ્રત્યે પામે, તેને અંતરાત્મા કહીયે. તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્ત્વ પામીયે.
૧૫૬ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી દ્રવ્ય પરમાત્મામાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:—સમભિરૂઢનયને મતે તેરમે ગુઠાણે કેવળીને દ્રવ્ય પરમાત્મા કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્ત્વ પામીયે.
૧૫૭ શિષ્ય: કેટલા તત્ત્વ પામીયે ?
-એ નવ તત્ત્વમાંથી ભાવ પરમાત્મામાં
ગુરૂ:—એવ ભૂતનયને મતે જે લેકને અંતે વિરાજ માન સાદિ અનંતમે ભાંગે વતે છે, એવા સિદ્ધ ભગવાનને