________________
૧૭ કારણકે શુભાશુભ વિકારરૂપ જે કમ, તિહાં થકી જીવને શુદ્ધ કરનાર, એક સંવર અને બીજું નિરા, એ બે તત્વ છે,
કેમ કે શબ્દ અને સમભિરૂઢ નયને મતે ચોથા ગુણઠાણાથી માંડીને યાવત્ છદ્મસ્થ અવસ્થા લગે જીવને શુદ્ધ પ્રકારે ધ્યાતારૂપમાં પૂર્વે કહ્યા, તે રીતે આઠ તત્વ પામીયે.
સમભિરૂઢનયને મતે તેરમે ગુણઠાણે શુદ્ધ પ્રકારે ધ્યાતા કેવલી ભગવાન કહીયે, તેમાં આગળ કહ્યા, તે રીતે નવ તત્ત્વ પામીયે.
૧૫૪ શિષ્ય –એ નવ તવમાંથી બહિરાત્મામાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ– બહિરાત્મા જીવ, પહેલે મિથ્યાત્વ ગુણઠાણે હાય, જે માટે પૌગલિક ભાવમાં રક્ત હોય, તેને બહિરાત્મા
કહીયે.
ગાથા પુદ્ગલસે રાતે રહે, જાણે એહ નિધાન; તસ લાભેલોભ્યો રહે, બહિરાતમ અભિધાના૧
અથ–શુભાશુભ કર્મવિપાક ફળને ઉદયે કરી રાજ્ય ઋદ્ધિ, ભંડાર, હુકમ, દાસ-દાસી, સુભટ-સિપાઈ, આબરૂઈજજત, શોભા, પુત્ર-કલત્ર, કુટુંબ-પરિવાર, રાગ-રંગ,