________________
૧૦૯ કરો, પછી ઉપર એક પ્રગટ લેગસસ કહે, એટલે એ ચારિત્રનું આરાધન જાણવું.
પછી દશનનું આરાધન કરવા નિમિત્તે “ સવલોએ અરિહંત ચેઈથાણું એટલે સર્વલોકને વિષે જેટલા શ્રી અરિહંતના ચૈત્ય છે, તેને વાંદવા-પૂજવાના લક્ષ્યથી એક લેગસ્સને કાઉસ્સગ્ન કરે, એટલે એ દર્શનનું આરાધન જાણવું.
પછી જ્ઞાનનું આરાધન કરવા નિમિત્તે “પુખરવરદીવડે” કહી એક લોગસ્સને કાઉસગ્ગ કરે એટલે જ્ઞાનનું આરાધન જાણવું.
એ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધનરૂપ કાઉસગ્ગ કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણે કરી આત્મરૂપ ભાજનને પૂરવું.
- કારણ કે આગળ પાપની આલોચના કરી પાપ થકી રહિત આત્મરૂપ ભાજન ખાલી થયું છે, માટે ઈહાં પાંચમા આવશ્યકમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણે કરી પૂરવું, તથા ઉત્તમ કાર્યમાં સદા વિદનને સંભવ રહે છે, તેથી નિર્વિધનપણે આરાધના થાય, તે માટે સમ્યગદષ્ટિ દેના સ્મરણરૂપે મૃતદેવતાને કાઉસગ્ગ કરે.
પછી જે ક્ષેત્ર દેવતાના આશ્રયતળે ધર્મારાધન થઈ રહ્યું છે, આસર્યા છે તે ક્ષેત્રદેવના મરણરૂપ કાઉસ્સગ્ન.
- આ રીતે જ્ઞાન, દર્શન ચારિત્રનું સાધન અને તે નિર્વિતપણે થાય એ માટે સમ્યદેવેનું સ્મરણ એ રીતે એ પાંચમુ કાઉસગ્ગ નામે આવશ્યક જાણવું.