________________
તેના પાછા અનંતા વર્ગ કરીયે, વળી અનંત વગિત કરીયે,
એ રીતે અતીતાદિ કાળ છેડા રહિત છે તેના સર્વે દેવતાના સુખ વર્ગવગિત કરીને ભેળી કરીયે તે પણ સિદ્ધશિલાએ અજરામર સ્થાનકે ભાવસિદ્ધ પરમાત્મા જે સુખ ભેગવે છે, તેના એક સમયમાત્રના સુખને તેલે તે દેવતાના સુખ ન આવે, એ પરમાર્થ જાણ.
૧૧૮ શિષ્યઃ-સિદ્ધના જીવ ચૌદમે ગુણઠાણે કથકી મૂકાણુ, તે વારે કિયા રહિત એટલે અક્રિય થયા, તેમ છતાં સાતરાજ લેક ઉંચા લેકને અગ્રભાગે જઈ રહ્યા, તે ક્રિયા કેમ કરી ?
ગુરૂજેમ તુંબડાને કચરાના પટ લાગ્યા, એટલે તુંબડું કચરે કરી લેપણું થકું ભારે થઈને પાણીમાં હેઠું જઈ બેસે, અને જ્યારે પાણીએ કરી કચરે ધોવાઈ જાય, તેવારે તરત ઉંચુ ચડી આવે, એટલે કચરો જોવા તેવારે આડું અવળું–હેવું જઈ શકે નહિ, એને ઊંચે આવવાનો સ્વભાવ છે, માટે ઉંચુ આવે,
તેમ જીવને પણ આઠ કર્મરૂપ કચરાના પટ લાગ્યા છે, એટલે કર્મરૂપ કચરે કરી લેપણે, તે વારે ભારે થઈને સંસારરૂપ સમુદ્રમાં હેઠે બેઠે, તે જે વારે કર્મરૂપ કચરા અનુભવ જ્ઞાનના આધારે ક્રિયારૂપ અમૃત કુંડમાં દેવાય, તે વારે તુંબડાની પરે તરત જીવ ઉંચે જઈ લકને અગ્રભાગે બેસે, પણ આડા-અવળે નીચે જઈ ન શકે, તુંબડાની પરે તરત ઉચે આવે.