________________
બુદ્ધિ તથા જીવને સ્વગુણ, સંવર, નિજ, અને મોક્ષ, તેને ઉપાદેય આદરવા ગ્ય પરિણામ તે ભાવ કહીએ. એટલે શુભાશુભરૂપી ગુણ તે દ્રવ્ય છે, અને અરૂપી ગુણ તે ભાવ છે.
એટલે જે મન, વચન અને કાયાથી લેસ્પાદિકે એકચિત્ત કરે છે, પણ (વીતરાગ પ્રભુની આજ્ઞાની સાપેક્ષતા નથી સં.) તે સર્વ દ્રવ્યનિક્ષેપમાં છે માટે ભાવ વિનાનું દ્રવ્ય છે તે સર્વ અંક વિનાના મીંડા સરખું વૃથા જાણવું.
એ શ્રી દેવચંદ્રજીકૃત આગમસાદાર ગ્રંથથી પરમાર્થ -જાણો, અત્ર સૂત્રપાઠ
मेरुस्स सरिसवस्स य, जित्तियमित्तं तु अंतरं होई।। दव्वत्थय-भावत्थय, अंतरमिह तत्तियं णेयं ॥१॥
અર્થ-મેરુપર્વત અને સરસવના દાણાને જેટલું અંતર હોય, તેટલું દ્રવ્ય અને ભાવમાં જાણ માટે (જ્ઞાનીની નિશ્રાયે સાપેક્ષક્રિયાજન્ય સં.) સમકિતરૂપ ભાવ વિના સિદ્ધપદ ન પામે.
ક [ આ વાત પણ જરા ગંભીરતાથી, સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવી છે દ્રવ્યસ્તવ ભાવસ્તવ એકબીજાના પૂરક છે, બંને એકબીજાને સાપેક્ષ છે, તે જે પરસ્પર સાપેક્ષતા ભૂલી જાય તેના માટેનું આ વાય છે અહીં પ્રસ્તુત વિષયમાં આ ઉદ્ધારણ એકદેશીય રીતે સંગત કરવું છે.]