________________
૩૪
એક તે જીવ અને સત્તાએ પુણ્ય–પાપના દળીયા અછવરૂપ અનંતા છે, તે આશ્રવભૂત જાણવા, એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ અને આશ્રવ, એ પાંચ તત્વ થયાં, અને એ દળીયે જીવ બંધાણે છે, માટે છઠ્ઠું બંધતત્વ પણ થયું અને સ્વ-પરની વહેચણ કરી જીવ સ્વરૂપમાં રહે, તે વારે તેને સાતમું સંવરતત્વ કહીયે. તથા જીવ જ્યાં સુધી સંવરમાં રહે, ત્યાં સુધી સમયે સમયે અનંતા કર્મના દળીયા નિજ રાવે, તે આઠમું નિર્જરાતત્વ પામીએ. એમ આઠ તત્વ પામીએ. - તથા સમભિરૂઢનયને મતે કેવલીને ભાવજીવ કહીયે, તેમાં નવે તવ પામીયે. તે આવી રીતે –
એક તે કેવલીને જીવ અને સત્તાએ પુણ્ય-પાપના દળીયા અજવરૂપ અનંતા રહ્યા છે, તે આશ્રવપ્રાયઃ જાણવા એટલે જીવ, અજીવ પુણ્ય, પાપ અને આશ્રવ એ પાંચ તત્વ થયાં. એ દળીયાએ કેવલીને બાંધી રાખ્યા, છે, તેથી મોક્ષપુરીમાં જતા રેકાણું છે, માટે એ છછું બંધતત્વ જાણવું. અને સ્વસત્તા તથા પરસત્તાની વહેચણ કરી શુકલધ્યાનના બીજા-ત્રીજા પાયા વચ્ચે રહ્યા થકા સ્વરૂપમાં વર્તે છે, તે સાતમું સંવરતત્વ છે, અને સંવરમાં રહેતાં સમયે સમયે અનંતા કર્મ નિજ રોવે છે, તે આઠમું નિર્જરાતત્ત્વ છે, અને નિર્જરી થઈ તે વારે બારમે ગુણઠાણે અજ્ઞાન, રાગ, દ્વેષ એને મેહનીય કમને ખપાવીને તેરમે ગુણઠાણે કેવલજ્ઞાન પામ્યા
i : ",