________________
પૂ. સા. હીરશ્રીજી ગુણગીત. એ ગુરૂના ગુણ કદીય ન વિસરે, ગુણગણ ભૂષિત અમ આધારરે–એ ગુરૂના. એ ટેકો ગુર્જરદેશે રે છાણું ગામમાં, શેઠ કલાચંદ બાઈ જડાવરે, દંપતી ઉત્તમ ધર્મથી શોભતાં, પુત્રી હીરા પુણ્ય પ્રભાવશે.
એ ગુરૂના. ૧ બાલપણુથી રે સહુને ભાવતાં, ગાવતાં દેવ ગુરૂ ગુણ ગ્રામ રે. ધર્મ તણે રસે જીવન સિંચતાં, પામે યૌવન રૂપ-ગુણ ધામ રે.
એ ગુરૂનાગ ૨ મન વૈરાગી રે વિનય ગુણે ભર્યા, પરાં આગ્રહ વશ થઈ જે રે, સંયમ લીધું રે ભોગ નિવારીને, નામે હીરશ્રી ગુણમણિ ગેહરે.
એ ગુરૂના૦ ૩ ભક્તિ કરે છે ગુરૂજનની સદા, ધરે આશ્રિત પર નિર્મળ નેહ રે જ્ઞાન ક્રિયાથી રે વિષય કષાયને, ગાળે દેતાં કર્મને છેહ રે.
એ ગુરૂના. ૪ સહતાં ઉપસર્ગો સમતા ધરી, મહાવ્રત પાળે થઈ એક તાન રે. માન શિષ્યાદિનું અઢીસો જેહને, કરતાં સંયમ જ્ઞાનનું દાનરે.
એ ગુરૂના. ૫ વરસ ગુમાળીશ સંયમ પાળીયું, બાળી મેહ મહીપની જાળ રે. નશ્વર દેહને છેડી સીધાવીયાં, ભવોભવે શરણું તેલ કૃપાળ રે.
એ ગુરૂના. ૬
?
;