________________
૩૬ર
સ્વાધ્યા૦ ગ્રન્થસહ तहा सुरासुरमणुअपूइओ मोहतिमिरंसुमाली रागदोसविसपरममंतो हेऊ सयलकल्लाणाणं कम्मवणविहावसू साहगो सिद्धभावस्स केवलिपण्णत्तो धम्मो जावज्जीवं मे भगवं सरणं ॥ મેહ જેઓના નિર્મુલ ક્ષય થયા છે તેવા, અચિન્ય સુખને વિના માગે આપનારા ચિન્તામણિથી પણ અધિક, સંસાર સમુદ્રને તરવા માટે નાવા તુલ્ય, એકાતે શરણ કરવા યેગ્ય, એવા અરિહન્તનું મારે જીવું (મુક્ત ન થાઉ) ત્યાં સુધી શરણ થાઓ ! અરિહન્ત મને શરણ આપો !! તથા
૨-જેઓનાં જરા મરણ સર્વથા ક્ષીણ થયાં છે, કર્મરૂપી કલæ જેઓને દવાનાં નથી, સર્વ પ્રકારની વ્યાબાધા (પીડાઓ-દુઃખ) જેમનાં નાશ પામ્યાં છે, સંપૂર્ણ જ્ઞાન અને દર્શન જેઓને પ્રગટ થયાં છે, સિદ્ધિપુર નામના નગરમાં (મોક્ષમાં). રહેલા જગતના કેઈ સુખની ઉપમા જેમાં ન ઘટે તેવા અનુપમ સુખને જેઓ પામેલા (ભેગવી રહ્યા છે અને સર્વથા જેઓ કૃતકૃત્ય છે, (જેઓને હવે કંઈ કર્તવ્ય શેષ રહ્યું નથી, તે સિદ્ધોનું મારે શરણ થાઓ ! તથા
૩-પ્રશાન્ત અને ગમ્ભીર આશય (હૃદય) વાળા, સર્વ સાવદ્ય (પા૫) વ્યાપારથી નિવૃત્ત થએલા, પંચવિધ આચારને ઈજ્ઞાનાચારાદિને જાણનારા પરોપકાર કરવામાં રક્ત, પકમળ વિગેરે ઉપમાઓવાળા, શુભધ્યાન અને શાસ્ત્રાધ્યયનમાં સતત ઉદ્યમવાળા અને તેથી ઉત્તરોત્તર જેઓના ભાવે વિશુદ્ધ થતા હોય છે, તેવા સાધુઓનું મારે શરણ થાઓ ! તથા–