SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પા૫પ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર ॥ अथ चिरंतनाचार्यकृतमहाप्रभावकश्रीपञ्चसूत्रमध्यात् प्रथमं पापप्रतिघात-गुणबीजाधानसूत्रम् ॥ " णमो वीअरागाणं सवण्णुणं देविंदपूइआणं जहट्ठिअवत्थुवाईणं तेलुक्कगुरूणं अरुहंताणं भगवंताणं । (પ્રથમ મંગલાચરણ રૂ૫) “શ્રીવીતરાગ ભગવન્તને નમસ્કાર થાઓ” (એમ કહી તેઓની વિશિષ્ટતા જણાવે છે કે, તેઓ સર્વજ્ઞ–સર્વદશ છે, દેવે અને ઇન્દ્રોથી પણ પૂજાએલા છે, (રાગદ્વેષાદિ નહિ હેવાથી) વસ્તુતત્વના યથાર્થ પ્રરૂપક છે, ત્રણે લોક (સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ) વાસી દે દાન અને મનુષ્ય વિગેરેના તે ગુરૂ છે, સંસારમાં ફરી જન્મ લેવાના નથી અને એશ્વર્યાદિ ભાગ્યવન્ત હોવાથી) ભગવન્ત છે. તેઓ એમ કહે છે કે–જીવ અનાદિ છે, તેને સંસાર (જન્મ-મરણાદિ) પણ અનાદિ છે, આ સંસાર અનાદિ છે, આ સંસાર અનાદિ કર્મોના સ ગની પરંપરાથી ચાલ્યા આ સૂત્રનું જેવું નામ છે તે જ તેને ગુણ છે. એના નિત્ય સ્મરણ પઠન પાઠનથી અનેક ભવનાં સચિત પાપનો નાશ થાય છે અને જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો પ્રગટવાનાં બીજે આત્મામાં વવાય છે, જેના પરિણામે આત્મા અનાદિ કર્મમેલને નાશ કરી સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્રનું પાત્ર બની પિતાના અજરામર પદને પામે છે. પૂજ્ય ગુરૂણજી શ્રીહીરશ્રીજી મહારાજ દરરોજ સવારે આ સૂત્રનું શ્રવણ કર્યા પછી જ પચ્ચકખાણ પારતાં હતાં. એને વાસ્તવિક અર્થ લખતાં તે એક સ્વતન્ત્ર પુસ્તક થઈ જાય તેમ છે અહીં માત્ર શબ્દાર્થ લખે છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy