________________
ધર્મ રત્નપ્રકરણમ
૩૪૩
सव्यं पि ओ दाणं, दिन्नं पत्तंमि दायगाण हियं । इहरा अणत्थजणगं, पहाणदाणं च सुयदानं ॥९७॥ सुठुयरं च न देयं, एयमपत्तंमि नायतत्तेहिं | इय देखणा वि सुद्धा, इहरा मिच्छत्तगमणाई ॥९८॥ जं च न सुत्ते विहियं, न य पडिसिद्धं जणंमि चिररूढं । समविगप्पियदोसा, तं पि न दूसंति गीयत्था ॥९९॥ (સંસારની વૃદ્ધિ કરનાર ઉત્સૂત્ર) વચનને સર્વથા તજ શ્રોતાના ભાવની (અધ્યવસાયાની) વૃદ્ધિ (શુદ્ધિ) થાય તેવું સૂત્રાનુસારી વ્યાખ્યાન કરે. (૯૬)
કારણ કે સર્વ પ્રકારનું પણ દાન સુપાત્રમાં દીધેલું દાતારને હિત કરે છે, અન્યથા (અયેાગ્યને) આપેલું અનકારક થાય છે તેમાં પણ સૂત્રદાન તેા સર્વશ્રેષ્ઠ દાન છે. (૯૭)
માટે તત્ત્વના જાણુ ગુરૂએએ એ સૂત્રદાન કુપાત્રને એ શુદ્ધતŌાનું દાન નહિ જ આપવું. એ રીતે પાત્રાપાત્રને વિવેક કરી આપેલી દેશના શુદ્ધ કહી છે, નહિ તેા ઉલટી શ્રોતાઓના મિથ્યાત્વને વધારે છે. આદિ શબ્દથી ઉપદેશક ઉપર દ્વેષ વધવાથી આહાર પાણી વસતિ વિગેરેના અન્તરાય અને કદાચ ઉપદેશકને મારી નાખવા સુધી શ્રોતા પાપા કરે એવા સંભવ છે. (૯૮)
જે સૂત્રમાં કરવાનું કહેલું ન હાય, તેમ નિષેધ્યું પણ ન હેાય એવું પણ લેાકેામાં ચિરકાળથી ચાલતું હેાય તેને પણ ગીતા પુરૂષા પેાતાની મતિકલ્પનારૂપ દૂષણથી દૂષિત (તેના વિરાધ) કરતા નથી. (૯૯)