________________
૩૩૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ
वेस व्व निरासंसो, अज्ज कल्लं चयामि चितंतो। परकीयं पिव पालइ, गेहावासं सिढिलभावो ॥७६।। इय सतरसगुणजुत्तो, जिणागमे भावसावगो भणिओ। एस उण कुसलजोगा, लहइ लहु भावसाहुत्तं ॥७७|| एयस्स उ लिंगाई, सयला मग्गाणुसारिणी 'किरिया । 'सद्धा पवरा धम्मे, पन्नवणिज्जत्तमुजुभावा ॥७॥
૧૬–કામભેગને અંગે-સંસારથી જેનું મન વિરાગી બન્યું છે તે ભાવશ્રાવક ભેગ કે ઉપગ ગમે તેટલા ભેગવવાથી પણ જીવને કદી પણ તૃપ્તિ થતી નથી એમ સમજી વિરાગી છતાં બીજાના (સ્ત્રી આદિના) આગ્રહથી કામ–ભેગમાં પ્રવૃત્તિ કરે (ભોગવે). (૭૫)
૧૭-ઘરવાસને અ ગે–વેશ્યાની જેમ નિરાશસભાવે આજ છે ડું, કાલ છડું, એમ ચિત્તવતે પારકું માનીને ગૃહસ્થવાસનું મન (ઈચ્છા) વિના પાલન કરે. (૭૬)
એ સત્તર ગુણવાળાને શ્રીજિનાગમમાં ભાવશ્રાવક કહ્યો છે એ આત્મા પુનઃ મનવચન-કાયાની શુભ (આત્મનિષ્ઠ) પ્રવૃત્તિથી જલદી ભાવસાધુતાને પામે. (અર્થાત્ એવા આત્માને છઠા ગુણસ્થાનકના અધ્યવસાયે પ્રગટ થાય. (૭૭)
હવે ભાવસાધુતાનાં લક્ષણે કહે છે
એ ભાવસાધુતાનાં લિંગો આ પ્રમાણે છે. ૧–સઘળી કિયા મોક્ષમાર્ગનુસારિણી કરે, ૨-ધર્મમાં શ્રદ્ધા હોય, ૩-સરળ સ્વભાવી હોવાથી સહેલાઈથી સત્ય સમજાવી શકાય,
(૭૮)