________________
अथ श्रीशान्तिसूरिजीविरचितम् ॥ श्रीधर्मरत्नप्रकरणम् सार्थम् ॥ नमिऊण सयलगुणरयण-कुलहरं विमलकेवलं वीरं। . धम्मरयणत्थिआणं, जणाण वियरेमि उवएसं ॥१॥ भवजलहिम्मि अपारे, दुलहं मणुयत्तणं पि जंतूणं । तत्थ वि अणत्थहरणं, दुलहं सद्धम्मवररयणं ॥२॥ जह चिंतामणिरयणं, सुलहं न हु होइ तुच्छविहवाणं । गुणविहववज्जियाणं, जियाण तह धम्मरयणं पि ॥३॥
સઘળા ગુણોરૂપી રત્નના ઉત્પત્તિસ્થાનભૂત નિર્મળ કેવળજ્ઞાનવાળા શ્રીવીરપ્રભુને નમસ્કાર કરીને ધર્મરૂપ રત્નના અથ જીવને હું (શ્રીશાન્તિસૂરિ) ઉપદેશ કરું છું(૧)
અપાર એવા સંસાર સમુદ્રમાં પ્રાણિઓને મનુષ્યપણું મળવું તે પણ દુર્લભ છે અને તેમાં ત્યાં) પણ સઘળા અનર્થોને નાશ કરનારા સદ્ધર્મરૂપ શ્રેષ્ઠરત્ન તે અતિ દુર્લભ છે. (૨)
જેમ અલ્પ વૈભવ (રિદ્ધિ) વાળાઓને ચિન્તામણી રત્ન મળવું સુલભ નથી તેમ (સામાન્ય ભૂમિકારૂપ) ગુણ-સંપત્તિથી રહિત છને ધર્મરત્ન મળવું પણ સહેલું નથી. (૩)