________________
૩૦૫
કુલકસંગ્રહ
अच्चंतविवज्जासिय-मइयो परमत्थदुक्खरूवेसु । संसारसुहलवेसुं, मा कुणह खणं पि पडिबंधं ॥२९॥ किं सुमिणदिट्टपरमत्थ-सुन्नवत्थुस्स करहु पडिबंध ? । सव्वं पि खणियमेयं, विहडिस्सइ पेच्छमाणाण ॥३०॥ संतंमि जिणुद्दिठे, कम्मक्खयकारणे उवायंमि । अप्पायत्तमि न किं, तद्दिट्ठभया समुज्जेह ॥३१॥ जह रोगी कोइ नरो, अइदुसहवाहिवेयणादुहिओ। तदुहनिचिन्नमणो, रोगहरं वेज्जमनिसइ ॥३२॥
આત્માના સ્વભાવથી અત્યન્ત ઉલટ (મિથ્યા) મતિવાળા જીને પરમાર્થથી દુઃખરૂપ એવાં સંસારનાં લેશમાત્ર સુખમાં થતે પ્રતિબન્ધ તું ક્ષણ માત્ર પણ ન કરીશ! (૨૯)
સ્વપ્નમાં દેખેલી પરમાર્થથી શુન્ય વસ્તુને પ્રતિબન્ય શા માટે કરે છે? (ધન, કુટુમ્બ, શરીર આદિ) આ સર્વ પણ ક્ષણિક છે, જોતાં જોતાં તે નાશ પામશે. (૩૦)
શ્રીજિનેપદિષ્ટ કર્મક્ષય કરવાને ઉપાય આત્માને સ્વાધીન હોવા છતાં હે જીવ! તું તે કર્મોને ભય પ્રત્યક્ષ જેવા જાણવા છતાં તેને ક્ષય કરવાના તે ઉપાયમાં ઉદ્યમ કેમ કરતે નથી? (૩૧)
જેમ અતિ દુસહ વ્યાધિની વેદનાથી ત્રાસી ગએલ કઈ રેગી મનુષ્ય તે દુઃખથી કંટાળેલો રોગને મટાડનાર વૈદ્યને શોધે છે. (૩૨)