________________
૨૨૨
સ્વાધ્યા૦ ગ્રન્થસહ दुक्कडगरिहा सुक्कडा-णुमोयणं पायच्छित्ततवचरणं । सुहझाणं नवकारो, लब्भंति पभूयपुण्णेहिं ॥९॥ इय गुणमणिभंडारो, सामग्गी पाविऊण जेहि कओ। विच्छिन्नमोहपासा, लहंति ते सासयं सुक्खं ॥१०॥
'નિર્મળ-શુદ્ધ શીલને (સદાચારનો) અભ્યાસ, સુપાત્રાદિકમાં દાન દેવાને ઉલ્લાસ, હિતાહિત ભાવોમાં હેયઉપાદેયને વિવેક, અને ચાર ગતિનાં દુઃખને અતીવ ત્રાસ , એ દરેક પણ મહાપુણ્યના વેગે પ્રાપ્ત થાય છે. (૮)
કરેલાં પાપોની આલોચના (ગુરૂ સામે ગહ કરવી), સુકૃતની અનુમોદના, કરેલાં પાપને છેદવા ગુરૂએ બતાવેલા તપનું આચરણ, શુભ ધ્યાન અને નવકાર મહામન્ત્રને રાગ, એ પણ દરેક મહાપુણ્યાગે પ્રાપ્ત થાય છે. (૯)
એ “મનુષ્યપણું વિગેરે સઘળી પુણ્ય સામગ્રી પામીને જેઓએ જ્ઞાનાદિ (ક્ષમાદિ) ગુણરૂપ રત્નને ભંડાર ભર્યો તે મહિના પાશને છેદનારા (ધન્ય છે) શાશ્વત (મુક્તિના) સુખને પામે છે. (૧૦)