________________
કુલકસંગ્રહ
૨૦૩
मणवयकाएहिं मए, जं पावं अज्जियं सया भयवं । तं सयलं अज्ज गयं, दिढे तुह सुगुरु मुहकमले ॥८॥ दुलहो जिणिंदधम्मो, दुलहो जीवाण माणुसो जम्मो । लद्धेपि मणुअजम्मे, अइदुलहा सुगुरुसामग्गी ॥९॥ जत्थ न दीसंति गुरू, पच्चूसे उठ्ठिएहिं सुपसन्ना। तत्थ कहं जाणिज्जइ, जिणवयणं अमिअसारिच्छं ॥१०॥
હે સદ્ગુરૂ આપનું મુખકમલ દીઠે છતે દેવતાઓ પિતાની દેવાંગનાદિક સહિત જે લકમી (સુખ) ને ભેગવે છે તે મારે કંઈ હિસાબમાં નથી, તેનાથી પણ આપના દર્શનને આનંદ વધી જાય છે. (૭) - હે સદ્ગુરૂ ! મન વચન કાયાથી જે પાપ આજ પર્યત ઉપાર્જન કર્યું હતું તે આજે આપનું વદનકમલદીઠ છતે સઘળું નષ્ટ થયું. અર્થાત–ગુરૂદર્શનથી અનંતા ભવેનાં પાપ નાશ પામે છે. (૮)
જીને મનુષ્યજન્મ મળ દુર્લભ છે, તથા સર્વજ્ઞભાષિત ધર્મ પામ દુર્લભ છે, કારણ કે મનુષ્યજન્મ મળે છતે પણ સદ્ગુરૂરૂપ સામગ્રી મળવી અતિ દુર્લભ છે. (૯)
જ્યાં રહેવાથી પ્રભાતે ઉઠતાં જ સુપ્રસન્ન એવા ગુરૂનાં દર્શન થતાં નથી, ત્યાં અમૃતસદશ જિનવચનને લાભ શી રીતે લઈ શકાય? કારણ કે ગુરૂ વિના જ્ઞાન કયાંથી મળે. (૧૦)