________________
૧૮૪
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ટેહ
ओसन्नो अत्तट्ठा, परमप्पाणं च हणइ दिक्खंतो। तं छुहइ दुग्गईए, अहिययरं बुड्डइ सयं च ॥५१७।। जह सरणमुवगयाणं, जीवाणं निकिंतए सिरे जो उ । एवं आयरिओ विहु, उस्सुत्तं पनवंतो य ॥५१८॥ सावजजोगपरिव-जणा उ सव्वुत्तमो जइधम्मो। बीओ सावगधम्मो, तइओ संविग्गपक्खपहो ॥५१९॥ લેવા તૈયાર થએલા શિષ્યને પણ પિતાને શિષ્ય બનાવતે નથી પણ ઉત્તમ સાધુઓને સેંપી દે છે. (૫૧૬)
અવસન્ન (ચારિત્રમાં શિથિલાચારી) સાધુ બીજાને પિતાને શિષ્ય બનાવીને તેના અને પિતાના આત્માને (જ્ઞાનાદિક ભાવ પ્રાણેને નાશ કરવાથી) હણે છે, તેને (શિષ્યને) દુર્ગતિમાં નાખે છે અને પોતે અધિકાધિક સંસારમાં ડૂબે છે. (૧૭)
જેમ જે કોઈ મનુષ્ય પોતાના શરણે આવેલા વિશ્વાસુનું મસ્તક કાપે તે વિશ્વાસઘાતી મહાપાપી છે, તેમ પોતાને શરણે આવેલા (શિષ્ય થયેલા) સાધુને ઉસૂત્ર પ્રરૂપણા કરતે આચાર્ય (ગુરૂ) પણ તે જાણે. (૫૧૮)
ઉપર જણાવ્યા પ્રમાણે એ સિદ્ધ થયું કે સર્વ પાપ વ્યાપારેને ત્યાગ કરવારૂપ સાધુધર્મ સર્વોત્તમ છે, બીજે શ્રાવકધર્મ અને ત્રીજો સંવિજ્ઞપાક્ષિકને ધર્મ છે, કારણ કે તેઓ પણ મોક્ષમાર્ગરૂપ શુદ્ધ ચારિત્રના પક્ષકાર હોવાથી બન્નેને ધર્મ પણ મોક્ષમાર્ગ છે. (૫૧૯)