________________
ઉપદેશમાળા
૧૨૫
सज्झाएण पसत्थं, झाणं जाणइ य सव्वपरमत्थं । सज्झाए वटतो, खणे खणे जाइ वेरग्गं ॥३३८॥ उड्ढमहतिरियलोए, जोइसवेमाणिया य सिद्धी य । सवो लोगालोगो, सज्झायविउस्स पच्चक्खो ॥३३९॥ जो निचकाल तवसं-जमुज्जओ नवि करेइ सज्झायं । अलसं सुहसीलजणं, न वि तं ठावेइ साहुपए ॥३४०॥
હવે સ્વાધ્યાયને અંગે કહે છે કે-વાચના–પૃચ્છનાદિ સ્વાધ્યાયને કરતે સાધુ ધર્મ કે શુક્લ ધ્યાનવાળે બને છે, જગતનાં સર્વ તને (પરમાર્થથી) જાણે છે અને સ્વાધ્યાય કરતાં ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે. (૩૩૮).
સ્વાધ્યાયના મર્મને જાણનાર મુનિ ઉર્ધ્વલોકમાં વૈમાનિક દે અને સિદ્ધસ્થાનને, અધેલોકમાં નરકે વિગેરેને, તિછલાકમાં વ્યંતર–તિષ્કદેવ અને અસંખ્યાત દ્વીપ સમુદ્રોને, અરે ! સર્વલોક અલકને પણ પ્રત્યક્ષની જેમ જાણે છે, જુએ છે. (૩૩૯)
જે સાધુ નિત્ય તપ અને સંયમાનુષ્ઠાનેમાં ઉદ્યમી છતાં સ્વાધ્યાય નથી કરતા તે સ્વયં આળસુ સુખશીલિઆ પિતાના શિષ્યવર્ગને પણ સાધુ માર્ગમાં સ્થિર કરી શકો નથી, કારણ કે સ્વાધ્યાય વિના પિતાના આશ્રિતને સંયમમાં આગળ વધારવાનું જ્ઞાન તેનામાં હેતું નથી. (૩૪૦)