________________
ઉિપદેશમાળા
૧૧૯ भयसंखोहविसाओ. मग्गविभेओ विभीसियाओ य । परमग्गदंसणाणि य, दढधम्माणं कओ हुंति ? ॥३२०॥ कुच्छा चिलीणमलसंकडेसु, उव्वेयओ अणिढेसु । चक्खुनियत्तणमसुभेसु, नत्थि दव्वेसु दंताणं ॥३२१॥ एयं पि नाम नाऊण, मुज्झियव्वं ति नूण जीवस्स ।
फेडेऊण न तीरइ, अइबलिओ कम्मसंघाओ ॥३२२॥ સંતાપ, કેઈ અનિષ્ટ વસ્તુમાં (કયારે છૂટું એવી) અધતિ, અતિશેકથી પિતાની ઉપર ગુસ્સે, આપઘાતની ભાવના, અલ્પ રૂદન, મોટા અવાજે રડવું વિગેરે (શેકને) શ્રી તીર્થ. કરે વિગેરે સાધુધર્મમાં ઈચ્છતા નથી. અર્થાત્ સાધુતામાં એ ઈષ્ટ નથી. (૩૧૯)
નિ:સત્વપણાથી આકસ્મિક ભય, ચીર વિગેરેની વ્હીક, દીનતા, વિહારમાં સિંહાદિના ભયથી માગ છોડી દેવો તથા વેતાલ રાક્ષસ વિગેરેથી ડરવું (આ બે જિનકલ્પીને ઉદ્દેશીને સમજવાં.) અને ભયથી બીજાઓના ધર્મની પ્રરૂપણા (પ્રશંસા) કરવી; એ ભય નિર્ભય-દઢ ચિત્તવાળા મુનિને કયાંથી હોય? ન હોય. (૩૨૦)
અપવિત્ર–સડેલાં દુગધી મુડદાં વિગેરે પદાર્થોની કુત્સા (નિંદા), મેલથી ભરેલાં વસ્ત્રો કે પિતાનું શરીર વિગેરે અનિષ્ટ પદાર્થો તરફ ઉદ્વેગ (અણગમો) અને કીડા વિગેરેથી સડતાં જીવતાં કુતરાં વિગેરે દ્રવ્ય દેખીને આંખ મીંચી દેવી-મુખ ફેરવવું–મરેડવું વિગેરે જુગુપ્સા દાન્ત (જિતેન્દ્રિય) સાધુઓને હોતી નથી. (૩૨૧)