________________
૧૦ર
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
ठाणं उच्चुच्चयरं, मजं हीणं च हीणतरगं वा । जेण जहिं गंतव्वं, चिट्ठा वि से तारिसी होई ॥२६२॥ जस्स गुरुम्मि परिभवो, साहूसु अणायरो खमा तुच्छा । धम्मे य अणहिलासो, अहिलासो दुग्गईए उ ॥२६३॥ सारीर-माणसाणं, दुक्खसहस्साण वसणपरिभीया । नाणंकुसेण मुणिणो, रागगइंदं निरंभंति ॥२६४॥ सुग्गइमग्गपईवं, नाणं दितस्स हुज्ज किमदेयं ।। जह तं पुलिंदएणं, दिन्नं सिवगस्स नियगच्छि ॥२६५॥
(એ દોષ તેઓના કર્મોનો છે કારણ કે-) સ્વર્ગરૂપ ઉચ્ચ, મેક્ષ રૂપ અતિ ઉચ્ચ, મનુષ્યભવરૂપ મધ્યમ, તિર્યચગતિરૂપ નીચ, અથવા નરકગતિરૂપ અતિ નીચ, એમાંના જે સ્થાને ભવિષ્યમાં જેને જવું હોય છે તે જીવની કરણી પણ તેને અનુરૂપ તેવી હોય છે. (૨૬૨)
જે ધર્મગુરૂનો પરાભવ-અપમાન કરે છે, સાધુઓ પ્રત્યે આદર વિનાને છે, જેની ક્ષમા તુચ્છ (સ્વલ્પ) છે અને ધર્મની અભિલાષા નથી તેની અભિલાષા દુર્ગતિમાં જવાની છે. (૨૬૩).
શારીરિક અને માનસિક હજારે દુઃખનાં કષ્ટોથી ભય પામેલા મુનિઓ જ્ઞાનરૂપી અંકુશથી રાગરૂપ ગજેન્દ્રને વશ કરે છે. (૨૬૪)
આવું સદ્ગતિના માર્ગને સમજાવવામાં દીપક સમું જ્ઞાન આપનાર ગુરૂને બદલામાં શું આપવા યોગ્ય નથી ?