________________
ઉપદેશમાળા
नहदंत मंस सएिस, जीवेण विप्पमुक्केसु । तेसु वि हविज्ज कइलास - मेरुगिरिसन्निभा कूडा ॥ १९८ ॥ हिमवंत मलयमंदर - दीवोदहिधरणिसरिसरासीओ । अहिअरो आहारो, छुहिए (हारिओ होज्जा ॥ १९९॥ जं णेण जलं पीयं, घम्मायवजगडिएण तंपि इहं । सव्वे वि अगडतलाय - नईसमुद्देसु नवि हुज्जा ॥ २००॥ पीयं थणयच्छीरं, सागरसलिलाओ होज्ज बहुअयरं । संसारम्मि अनंते, माऊणं अन्नमन्नाणं ॥ २०१ ॥
૮૩
જીવે ભૂતકાળમાં જે જે નખ, દાંત, માંસ, કેશ (વાળ) અને હાડકાં છેડી દીધાં તે એક એકના પણ કૈલાસ અને મેરૂ પર્વત જેવડા ફૂટ (ઢગલા) થાય. (૧૯૮)
હિમવત પર્વત, મલયાચળ, મેરૂ પર્વત, બધા દ્વીપો અને સમુદ્રો તથા પૃથ્વીના રાશિઓથી પણ અધિકતર રાશિઓ થાય તેટલેા આહાર ભૂખ્યા જીવે ભૂતકાળમાં ખાધા છે. (૧૯૯)
ગ્રીષ્મ આતાપ (ગરમી)થી પરાભવ પામેલા-તરસ્યા આ જીવે ભૂતકાળમાં જે પાણી પીધું છે તેટલું પાણી સઘળાય કૂવા, તળાવેા, નદીએ અને સમુદ્રોમાં પણ ન થાય. (૨૦૦)
વળી અનંત કાળથી સંસારમાં જુદી જુદી માતાએ ના સ્તનનું દૂધ (ધાવણુ) તેણે એટલું પીધું છે કે તે સમુદ્રો અને નન્દ્વીએથી પણ ઘણું જ વધારે થાય. અર્થાત્ તેની નીએ ચાલે અને સમુદ્રો ભરાય. (ર૦૧)