________________
ઉપદેશમાળા
कुलघरनिययसुहेसु अ, सयणे अ जणे य निच्च मुणिवसहा। विहरंति अणिस्साए, जह अज्जमहागिरी भयवं ॥१५२॥ रूवेण जुव्वणेण य, कन्नाहि सुहेहिं वरसिरीए य । न य लुभंति सुविहिया, निदरिसणंज बूनामुत्ति ॥१५३॥ उत्तमकुलप्पसूया, रायकुलवडिंसगा वि मुणिवसहा । बहुजणजइसंघट्ट, मेहकुमारु व्व विसहति ॥१५४॥ अवरुप्परसंबाहं, सुक्खं तुच्छं सरीरपीडा य । सारण वारण चोयण, गुरुजणआयत्तया य गणे ॥१५५॥
(તે કારણે) કુટુંબનાં, ઘરનાં કે સંબંધીઓનાં સુખમાં, ગામનગરમાં રહેવાનાં સુખમાં, સ્વજનનાં સુખમાં તથા સામાન્ય લોકના તરફથી મળનારાં સુખેમાં ભગવાન આર્યન મહાગિરિની જેમ ઉત્તમ મુનિઓ હંમેશાં નિરપેક્ષ રહે છે. (૧૫) | સુવિહિત મુનિઓ રૂપથી, યૌવનથી, કન્યાઓ આપવાથી, સુખનાં સાધને આપવાથી કે ઘરની લક્ષ્મી આપવાથી લલચાવે તે પણ તેમાં ભાતા નથી. આ વિષયમાં આર્ય જખૂનું દષ્ટાન્ત સમજી લેવું. (૧૫૩)
ઉત્તમ કુળમાં જન્મેલા અને રાજ કુળમાં પ્રધાન (માનનીય) હોય તેવા પણ ઉત્તમ મુનિઓ સાધુપણામાં ઘણા (દેશ-દેશના) સાધુઓના સંઘને પણ મેઘકુમારની જેમ સહન કરે છે. ક્ષુદ્ર અને ગચ્છમાં રહેવું દુષ્કર છે. (૧૫૪)
(કારણ કે) ગચ્છમાં રહેવાથી પરસ્પર એક બીજાનું સંઘર્ષણ (સંઘટ્ટન) ખમવું પડે છે, પાંચે ઈન્દ્રિઓનાં સુખ