________________
સ્વાધ્યાહુ ગ્રન્થસહ पुण्णेहिं चोइया पुरक्खडे हिं, सिरिभायणं भविअसत्ता । गुरुमागमेसिभद्दा, देवयमिव पज्जुवासंति ॥१०१॥ बहु-सुक्खसयसहस्साण-, दायगा मोअगा दुहसयाणं । आयरिआ फुडमेअं, केसिपएसी व ते हेऊ ॥१०२॥ नरयगइगमणपडिहत्थए, कए तह पएसिणा रण्णा । अमरविमाणं पत्तं, तं आयरियप्पभावेणं ॥१०३॥ धम्ममएहिं अइसुंदरेहिं, कारणगुणोवणीएहिं । पल्हायंतो व्व मणं, सीसं चोएइ आयरिओ ॥१०४॥
પૂર્વકૃત પુણ્યથી પ્રેરાએલા (પુણ્યવાન) તે ભવ્ય જી આ ભવમાં જ્ઞાનાદિ લક્ષ્મીનું ભાજન બને છે અને ભવિષ્યમાં સ્વર્ગ–મેક્ષરૂપ કલ્યાણને પામે છે કે જેઓ પરમાત્માની જેમ ગુરૂની સેવા કરે છે. (૧૦૧)
એ સ્પષ્ટ છે કે કેશીગણધર અને પ્રદેશી રાજાની જેમ આચાર્ય (ગુરૂ) ઘણી જાતિનાં લાખો સુખને આપનારા અને સેંકડે દુઃખોથી છેડાવનારા છે. એ હેતુથી હે શિષ્ય! તારે ગુરૂનો વિનય કરવું જોઈએ. પ્રદેશી રાજાએ નરક ગતિમાં જવા ગ્ય કર્મો કરવા છતાં જે દેવવિમાનનું સુખ મેળવ્યું તે આચાર્યના (શ્રીકેશીગણધરના) પ્રભાવથી સમજવું. (૧૦૨-૧૦૩)
આચાર્ય શિષ્યને પ્રેરણા–હિત શિક્ષા આપતાં પણ ધાર્મિક, અતિ નિર્દોષ, સકારણ બેલાયેલાં, જ્ઞાનાદિ ગુણને કરનારાં અને શિષ્યને પ્રતીતિ થાય તેવાં વચને વડે તેના મનને પ્રસન્ન કરતા પ્રેરણા આપે, હિતશિક્ષા માટે પણ અસત્ય (કડવું) ન બેલે. (૧૦)