________________
ઉપદેશમાળા
जह सुरगणाण इंदो, गहगणतारागणाण जह चंदो। जह य पयाण नरिंदो, गणस्स वि गुरू तहाणंदो ॥८॥ बालु ति महीपालो, न पया परिहवइ एस गुरुउवमा । जं वा पुरओ काउं, विहरंति मुणी तहा सो वि ॥ ९ ॥ पडिरूवो तेयस्सी, जुगप्पहाणागमो महुरवको । गंभीरो धीमंतो, उवएसपरोय आयरिओ ॥ १० ॥
રાજા જે આજ્ઞા કરે તેને પ્રાકૃત (પ્રજાજન જેમ શિરેમાન્ય કરે છે, નતમસ્તકે સ્વીકારે છે, તેમ સાધુએ ગુરૂજનના મુખથી નીકળેલા વચનને બે હાથથી અંજલી કરી નત મસ્તકે સાંભળવું (સ્વીકારવું જોઈએ. (૭)
જેમ દેવના સમુહને ઈન્દ્ર, જેમ ગ્રહ-નક્ષત્ર અને તારાઓના સમુહને ચંદ્ર અને જેમ પ્રજાજનને રાજા આનંદ આપે છે તેમ સાધુગણને ગુરૂ આનંદદાતા છે (માટે ગુરૂને અવિનય તે ન્હાના હોય તે પણ નહિ કર) (૮)
રાજા બાળક હોય તે પણ પ્રજા તેને પરાભવ નથી કરતી તેમ અહીં ગુરૂને માટે પણ સમજવું, અથવા સાધુએ જેને તે અગ્રેસર માનીને તેની નિશ્રામાં વિચરે તે વય-પર્યાયથી લઘુ હોય તે પણ તેને પરાભવ ન કરે. ગુરૂ સમજી વિનય કરવો. (૯)
સપૂર્ણ અવયપેત સુંદર શરીરવાળા, તેજસ્વી (પ્રતિભાશાળી), પોતાના કાળમાં અન્ય છ કરતાં વિશેષ