________________
પ્રશ્નોત્તરી
તેથી સાત લાખ યોનિ કહેવાય છે.
દસ પતેય તરૂણં ચઉટ્સ લખા હવંતી ઈયરેસી વિગલૈદિએ દો દો ચઉરો પચિદિતિરિયાણા ૪૬ / - ચહેરો ચહેરો નારય સુરસુ મછુઆણ ચઉદસ હવંતિ..
સંપિડિયા ય સત્રે ચુલસી લઆઉ જોશીણા ૪૭ ભાવાર્થ પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ, સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ, બેઇન્દ્રિયનીબેલાખ, ઇન્દ્રિયનીબેલાખ, ચઉરિન્દ્રયનીબે લાખ, તિર્યંચ પંચેન્દ્રિયની ચાર લાખ જીવાયોનિ હોય છે..૪૬ાા નારકીની ચારલાખ, દેવોની ચાર લાખ, મનુષ્યોની ચૌદ લાખ જીવાયોની હોય છે. સઘળીયેયોનિ ભેગી કરતાં કુલ ચોરાલી લાખ (૮૪ લાખ) જીવા યોનિ થાય છે. તે ૪૭ પ્રશ્ન પ૩૯. પ્રત્યેક વનસ્પતિકાય જીવોની યોનિ કેટલી હોય છે? કઈ રીતે? ઉત્તર : પ્રત્યેક વનસ્પતિકાય જીવોનાં પાંચસો પ્રકાર (જાત) હોય છે. એ પાંચસોને બે હજાર સ્થાનોથી ગુણવાથી દસ લાખ યોનિ સ્થાનો પ્રત્યેક વનસ્પતિકાયનાં હોય છે. પ્રશ્ન ૫૪૦. સાધારણ વનસ્પતિકાય જીવોના યોનિ સ્થાનો કેટલા છે? ઉત્તરઃ સાધારણ વનસ્પતિકાય જીવોનાં યોનિ સ્થાનો ચૌદ લાખ હોય છે. તે આ પ્રમાણે સાઘારણવનસ્પતિકાયમાં સાતસો પ્રકાર હોય છે તેને બે હજાર સ્થાનોથી ગુણતા ચૌદ લાખ થાય છે. પ્રશ્ન ૫૪૧. તે ઇન્દ્રિય જીવોનાં યોનિસ્થાનો કેટલો છે? ઉત્તર : તે ઇન્દ્રિય જીવોનાં યોનિસ્થાનો બે લાખ હોય છે. તે ઇન્દ્રિય જીવોના સો પ્રકાર હોય છે તેને બે હજાર સ્થાનોથી ગુણતા બે લાખ થાય છે. પ્રશ્ન ૫૪૨. બેઈન્દ્રિય જીવોના કેટલા યોનિ સ્થાનો છે? ઉત્તર ઃ બેઇન્દ્રિય જીવોનાં યોનિ સ્થાન બે લાખ હોય છે. બેઇન્દ્રિય જીવો સો પ્રકારનાં હોય છે. તેને બે હજાર સ્થાનોથી ગુણતા બે લાખ થાય છે. પ્રશ્ન ૫૪૩. ચઉરિન્દ્રિય જીવોનાં યોનિ સ્થાનો કેટલા છે? ઉત્તરઃ ચઉરિન્દ્રિય જીવોનાં યોનિ સ્થાનો બે લાખ હોય છે. ચઉરિન્દ્રિય જીવો સો પ્રકારનાં છે. તેને બે હજાર સ્થાનોથી ગુણતા બે લાખ થાય છે.