________________
૯૫
જીવિચાર
પ્રશ્ન ૫૪૪. તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં યોનિ સ્થાનો કેટલા ?
ઉત્તર : તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં યોનિ સ્થાનો ચાર લાખ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયનાં બસો પ્રકાર છે. તેને બે હજારથી ગુણતાં ચાર લાખ થાય છે. પ્રશ્ન ૫૪૫. દેવતાનાં યોનિ સ્થાનો કેટલાં છે ?
ઉત્તર : દેવતાનાં યોની સ્થાનો ચાર લાખ છે. દેવતાના પ્રકાર બસો બે હજાર કરવાથી ચાર લાખ થાય છે.
પ્રશ્ન ૫૪૯, નારકીનાં યોનિ સ્થાનો કેટલા છે ?
ઉત્તર : નાકીનાં યોનિ સ્થાનો ચાર લાખ છે. નારકીનાં બસો પ્રકાર બે હજાર સ્થાનો કરવાથી ચાર લાખ થાય છે.
પ્રશ્ન ૫૪૭. મનુષ્યોનાં યોનિ સ્થાનો કેટલાં હોય છે ?
ઉત્તર ઃ મનુષ્યોનાં યોનિસ્થાનો ચૌદ લાખ હોય છે. મનુષ્યોના કુલ સાતસો પ્રકાર છે તેને બે હજાર સાથે ગુણતા ચૌદ લાખ યોનિ સ્થાનો થાય છે. પ્રશ્ન ૫૪૮. કુલ યોનિ સ્થાનો કેટલા છે ?
ઉત્તર : : કુલ યોનિ સ્થાનો ચોરાસી લાખ (૮૪ લાખ) છે તે આ પ્રમાણે પૃથ્વીકાય જીવોના સાત લાખ યોનિ સ્થાનો, અપકાય જીવોના સાત લાખ યોનિ સ્થાનો, તેઉકાય જીવોનાં સાત લાખ યોનિ સ્થાનો, વાયુકાય જીવોનાં સાત લાખ યોનિ સ્થાનો, પ્રત્યેક વનસ્પતિકાય જીવોનાં દશ લાખ યોનિ સ્થાનો, સાધારણ વનસ્પતિકાય જીવોનાં ચૌદ લાખ યોનિ સ્થાનો, તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં ચાર લાખ યોનિસ્થાનો, વિકલેન્દ્રિય જીવોનાં છ લાખ યોનિ સ્થાનો, મનુષ્ય જીવોનાં ચૌદ લાખ યોનિસ્થાનો, દેવતા જીવોનાં ચાર લાખ યોનિ સ્થાનો તથા નારકીનાં ૪ લાખ. આ રીતે ચોરાશી લાખ (૮૪ લાખ) યોનિ સ્થાનો થાય છે. આ રીતે યોનિદ્વાર પૂર્ણ થયું હવે સિદ્ધના જીવોને શું શું હોતું નથી તે જણાવે છે. સિદ્ધના જીવોનું વર્ણન
સિદ્ધાણં નત્યિ દેહો ન આઉ કર્માં ન પણ જાણિઓ ।
સાઈ અણંતા તેસિ ઠિઈ જિનિંદાગમે ભણિયા ॥ ૪૮
ભાવાર્થ : સિદ્ધ ભગવંતોના જીવોને શરીર નથી. આયુષ્ય નથી. કર્મ નથી. પ્રાણો નથી. યોનિ પણ નથી. તેઓની સ્થિતિ શ્રી જિનેશ્વર ભગવંતોના