________________
૯૬
પ્રશ્નોતરી,
આગમને વિષે આદિ અનંતકાળની કહેલી છે. આ ૪૮ પ્રશ્ન ૫૪૯. સિદ્ધનાં જીવોને શું શું હોતું નથી? ઉત્તરઃ સિદ્ધના જીવોને શરીરન હોય. આયુષ્યન હોય પ્રાણી ન હોય. યોનિ
ન હોય અને તેઓની સ્થિતિ આદિ અનંતકાળની શાસ્ત્રોમાં કહેલી છે. પ્રશ્નપ૫૦. સિદ્ધનાં જીવોને શરીર વિગેરે શા માટે હોતું નથી?
ઉત્તરઃ સિદ્ધનાં જીવોને આશ્રય-આશ્રયી અથવા સ્થાન અને સ્થાનીનો અભેદ હોય છે. તેથી શરીર હોતું નથી. શરીરના હોય તેથી આયુષ્ય પણ હોતું નથી કારણ કે આયુષ્ય શરીરી જીવોને જ હોય છે. દ્રવ્ય પ્રાણ પણ સિદ્ધનાં જીવો કર્મ રહિત થયેલ હોવાથી હોતા નથી. જે જીવો કર્મ સહિત હોય તે જીવોને જ દ્રવ્ય પ્રાણો હોય છે અને દ્રવ્ય પ્રાણવાળા જીવોને ઉત્પત્તિ સ્થાનો રૂપ યોનિ સ્થાનો હોય છે. તે કારણથી સિદ્ધી ગતિમાં ઉત્પન્ન થયા પછી ત્યાં મરણનો અભાવ હોય છે. તેના કારણે સાદિ (આદિ) અનંત કાળની સ્થિતિ હોય છે. પ્રશ્ન પ૫૧. સિદ્ધના જીવોને ભાવ પ્રાણો કેટલા હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ સિદ્ધના જીવોને અનંતા ગુણો પેદા થયેલા હોય છે. માટે અનંતા ભાવ પ્રાણો હોય છે. પણ સામાન્યથી તે અનંત ગુણોનો સમાવેશ આઠ ગુણોમાં મહાપુરુષોએ કરેલા છે તે આ પ્રમાણે છે. (૧) અનંત જ્ઞાન (કેવળ જ્ઞાન) (૨) અનંત દર્શન (કેવલ દર્શન) (૩) અવ્યાબાલસુખ (૪) ક્ષાયિક ચારિત્ર (૫) અક્ષય સ્થિતિ (૬) અગુરુલઘુપણુ (૭) અરૂપીપણું (૮) અનંતવીર્ય. પ્ર. પપર. સિદ્ધના જીવોને બીજા ગ્રંથોમાં કેટલા ગુણો કહેલા છે? ઉત્તરઃ બીજી રીતે સિદ્ધનાં જીવોને ૩૧ ગુણો હોય છે. એમ આચારાંગ સૂત્રમાં કહેલ છે. તે આ પ્રમાણેઃ-સિદ્ધનાં જીવો (૧) દીધેન હોય (૨) હ્રસ્વન હોય (૩) વૃત્તનથી (૪) ત્રિકોણનથી (૫)ચોરસનથી (૬) પરિમંડલનથી (૭)લાલનથી (૮) પીળા નથી (૯) શુકલનથી (૧૦) કાળા નથી (૧૧) લીલા રંગવાળા નથી (૧૨) દુર્ગધવાળા નથી (૧૩) સુગંધવાળા નથી (૧૪) તિક્ના રસવાળા નથી (૧૫) કડવારસવાળાનથી (૧૬) તુરા નથી (૧૭) ખાટાનથી (૧૮) મધુરનથી (૧૯) ખરબચડા નથી (૨૦) કોમલ નથી (૨૧) ભારે સ્પર્શવાળા નથી (૨૨) હલકા સ્પર્શવાળા નથી (૨૩) સ્નિગ્ધ સ્પર્શવાળા નથી (૨૪) રૂક્ષ સ્પર્શવાળા