________________
જીવવિચાર
ભોગવતા ભોગવતા આત્મા અહીંયા આવ્યો છે તો હે જીવ! હવે મનુષ્ય જન્મ અનેજિનેશ્વર ભગવંતનું શાસન મળ્યું છે અને તે શાસનને સમજવા માટે સારામાં સારા સદ્ગુરૂનો યોગ મળ્યો છે. આમ ધર્મ પામવા માટે સારામાં સારો માર્ગ હાથમાં આવી ગયો છે. માટે અહીંથી પાછા અનંત જન્મમરણનકરવા પડે તેની કાળજી રાખજે અને સંસારનો અંત કરવાનો પુરૂષાર્થ કરજે કે જેથી અનતા જન્મ મરણના દુઃખો નાશ પામે.
- યોનિદ્વારનું વર્ણન તહ ચઉરાશી લકખા સંખા જોણીણ હોઈ જીવાણી.
પુઢવાઈણ ચલણીં પયં સત સતેવો ૪૫ ભાવાર્થ જગતમાં જીવોને ભમવા લાયક સ્થાનો ૮૪ લાખ જીવા યોનિનાં કહેલા છે. તેમાં પૃથ્વીકાયાદિ ૪ એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ દરેકની સાત લાખ જીવા યોનિ કહેલ છે. ૪૫ / પ્રશ્ન પ૩૬. યોનિ કોને કહેવાય? ઉત્તરઃ જગતમાં ઉત્પન્ન થવાનાં સ્થાનોને યોનિ કહેવાય છે. અર્થાત્ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એટલે આકૃતિ આ પાંચ જેનાં જેનાં એકસરખા હોય તે એક ઉત્પત્તિ સ્થાન કહેવાય છે. તે ઉત્પત્તિ સ્થાનને યોનિ કહેવાય છે. અથવા તેજસ કાર્મણ શરીરવાળા જીવો ઔદારિક આદિ પુદ્ગલ સ્કંધની સાથે જે મિશ્રણતા કરે તે યોનિ કહેવાય છે. આ ઉત્પત્તિ સ્થાન વિશેષ છે. પ્રશ્ન પ૩૭. પૃથ્વીકાય વિગેરે જીવોની યોની સ્થાનો કેટલા હોય છે? ઉત્તરઃ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય જીવોની યોની સ્થાનો સાત સાત લાખ છે. પ્રશ્ન પ૩૮. સાત લાખ યોની સ્થાનો કેવી રીતે થાય? ઉત્તરઃ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય વાયુકાય જીવોનાં એકએકના જગતમાં ૩૫૦ પ્રકારો હોય છે. તેણે બે હજારથી ગુણવાથી સાત લાખ થાય છે. બે હજાર સ્થાનો ઉત્પત્તિના હોય છે. તે આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ,પાંચસંસ્થાનનો ગુણાકાર કુલ બે હજાર થાય છે. એક એક પ્રકારમાં બબ્બે હજાર સ્થાન ગણતા સાડાત્રણસો બે હજાર કરવાથી સાત લાખ સ્થાનોથાયછે.