________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ન પ૩૪. જીવ મરણ પામ્યો એમ ક્યારે કહેવાય? ઉત્તરઃ ઉપર જણાવેલ દશ પ્રાણીમાંથી જે જીવોને જેટલા જેટલા પ્રાણો કહેલાં છે તે સઘળાં દ્રવ્ય પ્રાણોનો વિયોગ થવો (નાશ થવો) તેનું નામ મરણ કહેવાય છે. આવા મરણ જીવે અનંતીવાર કર્યા છે. તે જ વાતને હવે જણાવે છે.
એવં અણોરપારે સંસારે સાયરેમિ ભીમંમિા ( પત્તો અસંતખુત્તો જીવેહિ અપત્ત ધમૅહિં ૪૪ ભાવાર્થઃ આ રીતે જેનો પાર પામી ન શકાય એવા ભયંકર સંસારરૂપી સમુદ્રમાં ધર્મને નહિ પામેલા જીવો અનંતીવાર પડયા રહ્યા છે ll ૪૪|| પ્રશ્ન પ૩૫. ઉપર જણાવેલ મરણના દુઃખો જીવ કેવી રીતે પ્રાપ્ત કરે છે? ઉત્તર: આ જીવ અનાદિકાળથી અવ્યવહાર રાશિમાં રહેલો હતો. જ્યારે એક - જીવ મોક્ષમાં ગયેલો ત્યારે તે અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળેલ એટલે વ્યવહારરાશિમાં એકેન્દ્રિયપણાને પ્રાપ્ત થયેલ છતાંત્યાં અકામ-નિર્જરા થવાથી કોઈ સારા અધ્યવસાયે પ્રાપ્ત થવાથી બેઈન્દ્રિયપણાને પામ્યો પરંતુ તે જીવને સમજણ ન હોવાથી જેમ ઈન્દ્રિયો વધારે મળી, પ્રાણ વધારે મળ્યા, તેમ તેનો ઉપયોગસંસારના સુખવધારે મેળવવામાં કર્યો એટલે રસનામાંલોલુપપણાવાળો થયો અને તેથી ત્યાંથી પાછો એકેન્દ્રિય-બેઇન્દ્રિયપણામાંઘણાં જન્મમરણધારણ કરીને ભમ્યો ત્યાર પછી સારા અધ્યવસાયથી કર્મોની ઘણી નિર્જરા થવાથી તે જીવ તે ઇન્દ્રિયપણાને પામ્યો. ત્યાં સુખમાં લીન થયો, અને કર્મો બાંધી સંસાર એટલે કે એકેન્દ્રિયપણામાં ભટકવા ચાલ્યો ગયો. આ રીતે ઘણો કાળ રખડીને પછી સારા અધ્યવસાયથી કર્મોની નિર્જરા કરીને ચઉરિન્દ્રિયપણાને પામ્યો. ત્યાં પણ લાલ, પીળા, લીલા, રાતા પુદ્ગલો દેખાવાથી તેમાં ફસાયો અને ત્યાં કર્મો બાંધી એકેન્દ્રિયાદિકમાં ભટકવા ચાલ્યો ગયો. નિર્જરા કરીને મનુષ્યપણાને પામ્યો ત્યાં પણ ઘણાં પાપો કરીને નરકાદિદુર્ગતિમાંદુ:ખ ભોગવવા ગયો ત્યાંથી નિર્જરા કરીને મનુષ્યપણું પામીને દેવગતિને પામ્યો ત્યાં સુખમાં લીન થઈ પાછો એકેન્દ્રિયાદિકમાં ભટકવા ચાલ્યો ગયો. આ રીતે જીવ જિનધર્મને પામ્યા વિના (અનાદિકાળ) અનંતકાળ ભમ્યો અનંત જન્મ મરણના દુઃખોને આ રીતે