________________
|૯૧
જીવવિચાર
ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના ૫ એમ કુલ ૨૧૨ જીવભેદો થાય છે. પ્રશ્ન પ૨૮. શ્વાસોશ્વાસ પ્રાણમાં કેટલા જીવભેદ ઘટી શકે છે? ઉત્તર: શ્વાસોશ્વાસ પ્રાણવાળા જીવભેદો પ૬૩માંથી ૫પર ભેદો ઘટી શકે છે તે આ પ્રમાણે પર્યાપ્તા સ્થાવર જીવોનાં ૧૧, વિકલેન્દ્રિય જીવોનાં ૬, તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં ૨૦, મનુષ્ય જીવોનાં ૩૦૩, દેવતા જીવોનાં ૧૯૮, નારકી જીવોનાં ૧૪ કુલ મળીને પપર ઘટી શકે છે. અપર્યાપ્તા એકેન્દ્રિય (સ્થાવર) જીવોચોથી શ્વાસોશ્વાસ પર્યાપ્તિપૂર્ણર્યા વિના મરણ પામતા હોવાથી અત્રેતેની વિવક્ષા કરેલ નથી. પ્રશ્ન પ૨૯. સ્પર્શેન્દ્રિય પ્રાણવાળા કેટલા જીવભેદો હોય છે? ઉત્તરઃ સ્પર્શેન્દ્રિય પ્રાણવાળા જીવો પ૬૩ હોય છે. પ્રશ્ન પ૩૦. રસનેન્દ્રિય પ્રાણવાળા કેટલા જીવભેદો હોય છે? ઉત્તરઃ રસનેન્દ્રિય પ્રાણવાળા જીવો અર્થાત્ જે જીવોને રસનેન્દ્રિય હોય તેવા ૫૪૧ જીવભેદો હોય છે તે પ૬૩માંથી સ્થાવરના ૨૨ ભેદો બાદ કરીને બાકીનાં દરેક જીવભેદો સમજવા. પ્રશ્ન પ૩૧. પ્રાણેન્દ્રિય પ્રાણવાળા જીવો કેટલા હોઈ શકે છે? ઉત્તર ધ્રાણેન્દ્રિય પ્રાણવાળાજીવો પ૩૯હોઈ શકે છે તે આ પ્રમાણે તે ઇન્દ્રિયનાં ૨ ભેદ, ચઉરિન્દ્રિયનાં ર ભેદ, તિર્યંચ પંચેન્દ્રિયનાં ૨૦ ભેદ, મનુષ્યનાં ૩૦૩ ભેદ, દેવતાનાં ૧૯૮ અને નારકીનાં ૧૪ ભેદ મળી પ૩૯ થાય છે. પ્રશ્ન પ૩૨. ચક્ષુરિન્દ્રિય પ્રાણવાળા જીવભેદો કેટલા હોય છે? ઉત્તર : ચક્ષુરિન્દ્રિય પ્રાણવાળા જીવભેદો ૫૩૭ હોય છે તે આ પ્રમાણે : ચઉરિન્દ્રિયનાં ર ભેદો, તિર્યંચ પંચેન્દ્રિયનાં ૨૦ભેદો, મનુષ્યનાં ૩૦૩ ભેદો, દેવતાનાં ૧૯૮ ભેદો અને નારકીનાં ૧૪ ભેદો મળીને ૫૩૭ ભેદો થાય છે. પ્રશ્ન પ૩૩ શ્રોતેન્દ્રિય પ્રાણવાળા જીવો કેટલા હોય છે? ઉત્તર : શ્રોતેન્દ્રિય પ્રાણવાળા જીવો ૫૩૫ હોય છે તે આ પ્રમાણે : તિર્યંચ પંચેન્દ્રિયનાંર૦ મનુષ્યનાં ૩૦૩ ભેદો, દેવતાનાં ૧૯૮ ભેદો, નારકીનાં ૧૪ ભેદો મળીને ૫૩૫ ભેદો થાય છે. અહીંયા ઇન્દ્રિય પ્રાણોમાં ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે બધી ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ પેદાથઈ જાય છે. આ રીતે વિવક્ષા કરેલ