________________
જીવવિચાર
રસના, પ્રાણ એ સાત પ્રાણી હોય તેવા જીવભેદ કેટલા અને ક્યા ક્યા? ઉત્તર : ઉપર જણાવેલા સાત પ્રાણવાળો એક જ જીવભેદ હોય છે. પર્યાપ્તા તે ઇન્દ્રિય જીવ. પ્રશ્ન ૫૧૫. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ, વચનબળ તથા પહેલી ચાર ઇન્દ્રિયો સહિત આઠ પ્રાણવાળા કેટલા જીવભેદો હોય છે? ઉત્તરઃ ઉપર જણાવેલ આઠ પ્રાણવાળો એક જ જીવભેદ હોય છે. તે પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવ. પ્રશ્ન ૫૧૬. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ, વચનબળ તથા પાંચ ઇન્દ્રિયો એ નવ પ્રાણવાળા જીવો કેટલા હોય? ક્યા ક્યા? ઉત્તર : ઉપર જણાવેલ નવ પ્રાણવાળા જીવભેદો ૩૧૮ હોય છે. તે આ પ્રમાણે અપર્યાપ્તા નારકીના ૭, અપર્યાપ્તા દેવતાના ૯૯, અપર્યાપ્તા મનુષ્યના ૨૦૨, તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ મળીને કુલ ૩૧૮ થાય છે. પ્રશ્ન ૫૧૭. દશેય પ્રાણી હોય તેવા જીવભેદો કેટલા હોય છે? ઉત્તરઃ દશેય પ્રાણી હોય તેવા જીવો ૨૧૨ હોય છે. તે આ પ્રમાણે પર્યાપ્તા નારકના જીવો, પર્યાપ્તા દેવતાના ૯૯ જીવો, પર્યાપ્તા મનુષ્યોના ૧૦૧ જીવો, પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયના ૫ જીવો મળીને કુલ ૨૧૨ જીવભેદો થાય
પ્રશ્ન પ૧૮. એકેન્દ્રિય જીવોને સામાન્યથી કેટલા પ્રાણો હોઈ શકે છે? ઉત્તરઃ એકેન્દ્રિય જીવોને નીચે પ્રમાણે પ્રાણો હોય છે :- એકેન્દ્રિય જીવો એક પ્રાણવાળા હોય છે અને તે યથાવત્ ચાર પ્રાણવાળા પણ હોઈ શકે છે. પ્રશ્ન ૫૧૯. બેઈન્દ્રિય જીવોને કેટલા પ્રાણ હોઈ શકે છે? ઉત્તરઃ બેઇન્દ્રિય જીવોને એક પ્રાણ, બે પ્રાણ, પાંચ પ્રાણ તથા છ પ્રાણો હોઈ
શકે છે.
પ્રશ્ન પ૨૦.તેઇન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોઈ શકે છે? ઉત્તરઃ તેઈન્દ્રિય જીવોને એક પ્રાણ, બે પ્રાણ, પાંચ પ્રાણ છ પ્રાણ, તથા સાત પ્રાણ હોઈ શકે છે. પ્રશ્ન પ૨૧. ચઉરિન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોઈ શકે છે?