________________
પ્રશ્નોત્તરી
૨૦૨ જીવ, અને અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ જીવો હોઈ શકે છે. પ્રશ્ર ૫૦૮. સ્પર્શના, કાયદળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ ચાર પ્રાણવાળા જીવો કેટલા હોય? ક્યા ક્યા? ઉત્તરઃ સ્પર્શના, કાયબળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ ચાર પ્રાણવાળા પર્યાપ્તા સ્થાવરના ૧૧ જીવ ભેદો હોઈ શકે છે. પ્રશ્ન ૫૦૯, આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ, સ્પર્શના અને રસના એ પાંચ પ્રાણીવાળા જીવો કેટલા હોઈ શકે? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલા પાંચ પ્રાણોવાળો એક જ જીવ હોઈ શકે છે. તે અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવ. પ્રશ્ર ૫૧૦. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ, સ્પર્શના, રસના અને પ્રાણ એ છ પ્રાણોમાં વર્તમાન કેટલા જીવો હોય? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલ છે પ્રાણોમાં વર્તમાન એક જ જીવભેદ હોય છે. અપર્યાપ્તા તેઇન્દ્રિય જીવ. પ્રશ્ન ૫૧૧. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ તથા પહેલી ચાર ઇન્દ્રિયો એમ સાત પ્રાણવાળા કેટલા જીવભેદ હોય? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલા સાત પ્રાણીવાળો એક જ જીવભેદ હોય છે. તે અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવ. પ્રશ્ન ૫૧૨. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ તથા પાંચ ઇન્દ્રિયો એમ આઠ પ્રાણોમાં વર્તમાન કેટલા જીવો હોઈ શકે? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલા આઠ પ્રાણોમાં ૩૧૮ જીવ ભેદો હોય છે. તે આ પ્રમાણે અપર્યાપ્તા નારકીના ૭ જીવો, અપર્યાપ્તા દેવતાના ૯૯ જીવો, અપર્યાપ્તા મનુષ્યના ૨૦૨ જીવો તથા તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ જીવો હોઈ શકે છે. પ્રશ્ન૫૧૩. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ, વચનબળ તથા બે ઇન્દ્રિયો સહિત છ પ્રાણવાળા કેટલા જીવભેદો હોય છે? ઉત્તરઃ ઉપર જણાવેલછ પ્રાણવાળો એકજજીવભેદ હોય છે. પર્યાપ્તાબેઈન્દ્રિય જીવ. પ્રશ્ન ૫૧૪. આયુષ્ય, કાયદળ, શ્વાસોશ્વાસ, વચનબળ તથા સ્પર્શના,