________________
, જીવવિચાર
પર્યાપ્તા નામકર્મના ઉદયથી વિગ્રહ ગતિથી લબ્ધિ પર્યાપ્તા જીવોની માન્યતા લઈએ તો બધા જ જીવો હોઈ શકે છે. પ્રશ્ન ૫૦૨. આયુષ્ય તથા કાર્યબળ આ બે પ્રાણોમાં વર્તમાન કેટલા જીવો હોઈ શકે? ક્યા ક્યા? ઉત્તર : આયુષ્ય તથા કાયબળ એ બે પ્રાણોમાં વર્તમાન જીવો અપર્યાપ્તાની વિવક્ષાથી વિચારીએ તો સઘળા જીવભેદો ઘટી શકે છે. પ્રશ્ન ૫૦૩. આયુષ્ય-કાર્યબળ અને સ્પર્શેન્દ્રિય આ ત્રણ જ પ્રાણોમાં વર્તમાન હોય તેવા જીવભેદો કેટલા અને ક્યા ક્યા? ઉત્તરઃ આયુષ્ય-કાયબળ અને સ્પર્શેન્દ્રિય આ ત્રણ જ પ્રાણોમાં વર્તમાન હોય તેવા સ્થાવરના ૧૧ અપર્યાપ્તાજીવ હોય અને લબ્ધિ પર્યાપ્તાની વિવક્ષા કરીએ તો ૧૧ પર્યાપ્તા સાથે બાવીસ ભેદો હોય છે. પ્રશ્ન ૫૦૪. આયુષ્ય-કાયબળ-સ્પર્શેન્દ્રિય તથા રસનેન્દ્રિય એમ ચાર પ્રાણોમાં વર્તમાન કેટલા જીવભેદો હોઈ શકે છે? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલા ચાર પ્રાણોમાં માત્ર એક અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવ ઘટી શકે છે. અથવા વિવાથી બેઇન્દ્રિયના બે જીવ ભેદો ઘટી શકે છે. પ્રશ્ન ૫૦૫. આયુષ્ય-કાયબળ, સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય-પ્રાણેન્દ્રિય એ પાંચ જ પ્રાણી હોય તેવા જીવો કેટલા હોઈ શકે? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલ પાંચ પ્રાણોમાં એક જ અપર્યાપ્તા ઇન્દ્રિય જીવ હોય છે અથવા વિવક્ષાથી તે ઇન્દ્રિય જીવોના બે ભેદો ઘટી શકે છે. પ્રશ્ન ૫૦૬. આયુષ્ય, કાયબળ, સ્પર્શના, રસના, પ્રાણ અને ચક્ષુ આ છ જ પ્રાણોમાં વર્તમાન જીવો કેટલા હોઈ શકે છે? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલ છે પ્રાણીમાં એક અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવ વર્તમાન હોય છે. અથવા વિવક્ષાથી ચઉરિન્દ્રિય જીવોના બે ભેદો ઘટી શકે છે. પ્રશ્ન ૫૦૭. પાંચ ઇન્દ્રિયો, આયુષ્ય તથા કાયબળ આ પ્રાણોમાં વર્તમાન જીવો કેટલા હોઈ શકે છે? ક્યા ક્યા? ઉત્તર : ઉપર જણાવેલ સાત પ્રાણીમાં ૩૧૮ જીવ ભેદો હોય છે. અપર્યાપ્તા નારકીના સાત જીવો. અપર્યાપ્તા દેવતાના ૯૯ જીવ, અપર્યાપ્તા મનુષ્યના