SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ જીવવિચાર ઉત્તરઃ પહેલી ચાર ઇન્દ્રિયો, આયુષ્ય અને કાયબળ આ છ પ્રાણ ચઉરિન્દ્રિય જીવોને હોય છે. અને ચઉરિન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જ ઘટી શકે છે. પ્રશ્ન ૪૯૩. પાંચ ઇન્દ્રિયો,આયુષ્ય તથા કાયબળ આ સાત પ્રાણો ક્યા જીવોને હોય? અને કેટલા કાળ સુધી આ સાત પ્રાણો ઘટી શકે? ઉત્તરઃ પાંચ ઈન્દ્રિયો, આયુષ્ય તથા કાયબળ આ સાત પ્રાણો ઘટી શકે તેવા પંચેન્દ્રિય જીવને હોય છે. અને તેઓ પંચેન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી શ્વાસોશ્વાસ પૂર્ણ ન કરે ત્યાં સુધીના કાળમાં ઘટી શકે છે. પ્રશ્ન ૪૯૪. સ્પર્શેન્દ્રિય, આયુષ્ય, કાયબળ અને શ્વાસોશ્વાસ આચાર પ્રાણો ક્યા જીવોને હોય છે? અને કેટલા કાળ સુધી ટકી શકે? ઉત્તર: સ્પર્શેન્દ્રિય, આયુષ્ય, કાયબળ અને શ્વાસોશ્વાસ આચાર પ્રાણોએકેન્દ્રિય જીવોને હોય છે. તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ ઘટી શકે છે. તેમાં જે જીવોનું જેટલું આયુષ્ય હોય તેટલા કાળ સુધી તે પ્રાણ રહે, પ્રશ્ન ૪૯૫. પહેલી બે ઇન્દ્રિયો, આયુષ્ય, કાયદળ તથા શ્વાસોશ્વાસ આ પાંચ પ્રાણી ક્યા જીવોને કેટલા કાળ સુધી ઘટી શકે છે? ઉત્તરઃ પહેલી બે ઇન્દ્રિયો, આયુષ્ય, કાયબળ તથા શ્વાસોશ્વાસ આ પાંચ પ્રાણો બે ઇન્દ્રિયજીવોને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ભાષા પર્યાપ્તિ પૂર્ણન કરે ત્યાં સુધીનાં કાળમાં હોય છે. પ્રશ્ન ૪૯૬. પહેલી ત્રણ ઇન્દ્રિયો, આયુષ્ય, કાયબળ તથા શ્વાસોશ્વાસ એ છે પ્રાણો જ ક્યા જીવોને કેટલા કાળ સુધી ઘટી શકે છે? ઉત્તરઃ ઉપર જણાવેલા છ પ્રાણો તે ઇન્દ્રિય જીવોને જ હોય છે. તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ભાષા પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીના કાળમાં હોય છે. પ્રશ્ન ૪૯૭. પહેલી ચાર ઇન્દ્રિયો, આયુષ્ય, કાયબળ તથા શ્વાસોશ્વાસ એ સાત પ્રાણવાળા ક્યા જીવો હોય અને કેટલા કાળ સુધી હોઈ શકે? ઉત્તર : ઉપર જણાવેલા સાત પ્રાણ ચઉરિન્દ્રિય જીવોને હોય છે અને તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ભાષા પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઘટી શકે છે.
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy