________________
પ્રશ્નોત્તરી
८४
ઉત્તરઃ જીવ મરણ પામ્યા પછી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પત્તિના પહેલા સમયે આહાર પર્યાપ્તિ કરતી વખતે આહાર ગ્રહણ કરે છે. તે વખતે કાયબળ પેદા કરવાની શરૂઆત કરે છે. દરેક જીવોને કાયબળની શરૂઆત સંપૂર્ણ શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે. તે કારણથી કાયબળ ન હોય તેમ કહી શકાય. પ્રશ્ર૪૮૮.આયુષ્યઅને કાયબળજીવને ક્યારથી શરૂઆત થાય અને ક્યાં સુધી બે જ પ્રાણો રહી શકે? ઉત્તરઃ આયુષ્ય અને કાયબળ એ બે જ પ્રાણો જીવને શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય એટલે પ્રાપ્ત થાય છે. તે બે જ પ્રાણો જ્યાં સુધી જીવો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જ રહે છે. (હોય છે.) પ્રશ્ર૪૮૯. આયુષ્ય, કાયબળ અને સ્પર્શેન્દ્રિય આ ત્રણ પ્રાણી ક્યા જીવોને હોય ? અને કેટલા કાળ સુધી આ ત્રણ જ પ્રાણો રહી શકે? ઉત્તરઃ આયુષ્ય, કાયબળ અને સ્પર્શેન્દ્રિય આ ત્રણ પ્રાણો એકેન્દ્રિય જીવોને જ હોઈ શકે છે. અને તે પણ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે એટલા કાળ સુધી જ રહે છે. પ્રશ્ન ૪૯૦. આયુષ્ય, કાયબળ, સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય આ ચાર પ્રાણો
ક્યા જીવોને હોઈ શકે? અને કેટલા કાળ સુધી રહી શકે? ઉત્તર: આયુષ્ય, કાયબળ, સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય એ ચાર પ્રાણો બેઇન્દ્રિય જીવોને જ હોય છે. અને બેઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી રહે છે. પ્રશ્ન ૪૯૧.પહેલી ત્રણ ઇન્દ્રિયો, (સ્પર્શનારસનાંઘાણ) આયુષ્ય તથા કાયબળ એ પાંચ પ્રાણો ક્યા જીવોને હોઈ શકે છે? અને કેટલા કાળ સુધી હોઈ શકે? ઉત્તર: પહેલી ત્રણ ઇન્દ્રિયો આયુષ્ય તથા કાયબળ આ પાંચ પ્રાણો તેઈન્દ્રિય જીવોને જ હોઈ શકે છે. અને તે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જ રહી શકે છે. પ્રશ્ન ૪૯૨. પહેલી ચાર ઇન્દ્રિયો, આયુષ્ય અને કાયબળ આ છ પ્રાણો ક્યા જીવોને હોય? અને કેટલા કાળ સુધી પ્રાણ ઘટી શકે?