________________
૮૩
જીવવિચાર
હોય છે તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) કાયબળ (૪) વચનબળ (૫) આયુષ્ય (૬) શ્વાસોશ્વાસ. પ્રશ્ન ૪૮૩. પર્યાપ્તા તથા અપર્યાપ્તા તે ઇન્દ્રિય જીવોને કેટલા પ્રાણી હોય છે?
ક્યા ક્યા? ઉત્તરઃ પર્યાપ્તા તથા અપર્યાપ્તા તે ઇન્દ્રિય જીવોને દશ પ્રાણામાંથી સાત પ્રાણો સામાન્યથી હોઈ શકે છે તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) કાયબળ (૫) વચનબળ (૬) આયુષ્યબળ અને (૭) શ્વાસોશ્વાસ. પ્રશ્ર૪૮૪. પર્યાપ્તા -અપર્યાપ્તાચઉરિન્દ્રિય જીવભેદોને કેટલા પ્રાણો હોઈ શકે છે? ક્યા ક્યા? ઉત્તરઃ પર્યાપ્તા-અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવભેદોને દશ પ્રાણીમાંથી સામાન્ય રીતે ૮ પ્રાણો હોઈ શકે છે તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) પ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) કાયબળ (૬) વચનબળ (૭) આયુષ્ય (૮) શ્વાસોશ્વાસ. પ્રશ્ન ૪૮૫. પર્યાપ્તા-અપર્યાપ્તા અગ્નિ પંચેન્દ્રિય જીવોને કેટલા પ્રાણી હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ પર્યાપ્તા-અપર્યાપ્તાઅસન્નિપંચેન્દ્રિય જીવોને દશપ્રાણોમાંથી સામાન્યથી નવપ્રાણી હોય છે તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) પ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) શ્રોતેન્દ્રિય (૬) કાયબળ (૭) વચનબળ (૮) આયુષ્ય (૯) શ્વાસોશ્વાસ.
વિશેષથી પ્રાણોનું વર્ણન પ્રશ્ર ૪૮૬. આયુષ્ય નામના એક પ્રાણવાળા જીવો હોઈ શકે છે? અને હોય તો
ક્યાં રહેલા હોય? ઉત્તર:આયુષ્ય નામનો એક પ્રાણ હોય એવા જીવો હોઈ શકે છે અને એવા જીવો વિગ્રહ ગતિથી માંડીને શરીર પર્યાપ્તી પૂર્ણ ન કરે ત્યાં સુધીમાં જીવને એક જ પ્રાણ હોઈ શકે છે. પ્રશ્ન ૪૮૭. જીવ મરણ પામી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પહેલા સમયે જે આહાર પર્યાપ્તિ કરતી વખતે આહાર ગ્રહણ કરે છે. તે વખતે કાચબળ હોય કે નહી?