________________
પ્રશ્નોત્તરી
[૮૨.
કર્મભૂમિના ૧૫ ભેદો, પર્યાપ્તા-અપર્યાપ્તા સાથે ૩૦ ભેદો થઈને ૧૩૧ ભેદો થાય એમ ૧૫૧ જીવ ભેદાં થાય છે. સ્વકાયસ્થિતિનું વર્ણન પુરૂં થયું.
ચોથું પ્રાણ દ્વારનું વર્ણન દસહા જિયાણ પાણા ઈદિય ઉસાસ આઉબલ રૂવા
એગિદિએ સુ ચઉરો વિગલે સુ છ-સત્ત અહેવ | ૪ર / ભાવાર્થ જીવોને દસ પ્રકારના પ્રાણી હોય છે. પાંચ ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય અને ત્રણ બલ એમ દશ પ્રાણો થાય છે. તેમાં એકેન્દ્રિયોને ચાર પ્રાણ, વિકલેન્દ્રિયોને છે, સાતઅને આઠ પ્રાણ હોય છે. જે ૪૨ ..
અસનિ સનિ પંચિંદિએ સુ નવ દસ કમેણ બોધવ્યા.
તેહિ સહ વિપ્પઓગો જીવાણું ભન્નએ મરણ ૪૩ ભાવાર્થ અસની પંચેન્દ્રિય જીવોને નવપ્રાણ તથાસની પંચેન્દ્રિયનેદશ પ્રાણ હોય છે. તે પ્રાણોનો જીવનેવિયોગ થવો તેનું નામ મરણ કહેવાય છે. ૪૩. પ્રશ્ન ૪૭૯. પ્રાણ કોને કહેવાય? ઉત્તરઃ સંસારમાં રહેવા માટે (જીવવા માટે) જીવ જેને ધારણ કરે (ગ્રહણ કરે) તે પ્રાણ કહેવાય છે. (દ્રવ્ય પ્રાણ છે.) પ્રશ્ન ૪૮૦. દ્રવ્ય પ્રાણ કેટલા હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ દ્રવ્ય પ્રાણ (૧૦) હોય છે. તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય પ્રાણ (૨) રસેન્દ્રિય પ્રાણ (૩) ધ્રાણેન્દ્રિય પ્રાણ (૪) ચક્ષુરિન્દ્રિય પ્રાણ (૫) શ્રોતેન્દ્રિય પ્રાણ (૬) આયુષ્ય પ્રાણ (૭) કાયબળ પ્રાણ (૮) વચનબળ પ્રાણ (૯) મનબળ પ્રાણ (૧૦) શ્વાસોશ્વાસ પ્રાણ. * પ્રશ્ન ૪૮૧. સ્થાવરનાં ૨૨ જીવભેદોને દશ પ્રાણોમાંથી કેટલા પ્રાણો થય છે. ઉત્તરઃ સ્થાવરના ૨૨ જીવભેદોને ૧૦ પ્રાણોમાંથી સામાન્ય રીતે ૪ (પ્રાણી) હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય (૨) કાયબળ (૩) આયુષ્ય (૪) શ્વાસોશ્વાસ. પ્રશ્ન ૪૮૨. પર્યાપ્તા અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવોને દશ પ્રાણોમાંથી કેટલા પ્રાણો હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ પર્યાપ્તા તથા અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવોને ૧૦ પ્રાણીમાંથી ૬ પ્રાણ