________________
જીવવિચાર
નારકીના સાત (૭) જીવભેદો સાથે ૩૩૮ જીવભેદો થાય છે. પ્રશ્ન ૪૭૪. પાંચસો ત્રેસઠ જીવભેદોમાંથી કેટલા જીવભેદોમાં કાયસ્થિતિ હોતી નથી? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ જીવભેદોમાંથી ૩૮૪ (ત્રણસો ચોર્યાસી) જીવભેદોમાં સ્વકાય સ્થિતિ હોતી નથી. તે આ પ્રમાણે દેવતાનાં ૧૯૮ ભેદો, નારકીના ૧૪ ભેદો, મનુષ્યોનાં ૧૭૨ ભેદો, પદ અંતદ્વિપનાં પર્યાપ્તા-અપર્યાપ્તા સાથે ૧૧૨ ભેદો, ૩૦ અકર્મભૂમિના પર્યાપ્તા-અપર્યાપ્તા સાથે ૬૦ ભેદો થઈને ૩૮૪ જીવભેદો થાય છે. પ્રશ્ર૪૭૫. અસંખ્યાતી ઉત્સર્પિણી તથાઅવસર્પિણી કાળ સુધી કાયસ્થિતિ હોઈ શકે એવા જીવ ભેદો કેટલા? ઉત્તરઃ અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ સુધી કાયસ્થિતિ હોઈ શકે એવા જીવ ભેદ સામાન્ય રીતે ૧૮ હોય છે. તે આ પ્રમાણે પૃથ્વીકાયનાં ભેદ, અપકાપના ૪ ભેદ, તેઉકાયનાં ૪ ભેદ, વાયુકાયનાં ૪ ભેદ અને પ્રત્યેક વનસ્પતિકાયનાં બે ભેદ મળી ૧૮ ભેદો થાય છે. પ્રશ્ન ૪૭૬, અનંતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાય સ્થિતિ હોય તેવા જીવ ભેદો કેટલા હોય છે? ઉત્તર અનંતી ઉત્સર્પિણી તથાઅવસર્પિણી કાયસ્થિતિ હોયતેવાજીવભેદો ચાર હોય છે. તે આ પ્રમાણે સાધારણ વનસ્પતિકાયનાં ૪ ભેદો. પ્રશ્ન ૪૭૭. સંખ્યાતા ભવ સુધીની કાયસ્થિતિ હોય તેવા જીવભેદો કેટલા? ઉત્તરઃ સંખ્યાતા ભવો સુધીની કાયસ્થિતિવાળા જીવભેદો જ હોય છે. વિક્લેન્દ્રિયનાંદભેદો (પર્યાપ્તા-અપર્યાપ્તાથઈનેબેઇન્દ્રિયના ૨, ઇન્દ્રિયના ૨ અને ચઉરીન્દ્રિયનાં ૨. પ્રશ્ર૪૭૮. સાત અથવા આઠ ભવ કાયસ્થિતિ હોય તેવા જીવોના ભેદો કેટલા હોય છે? ઉત્તરઃ સાત અથવા આઠ ભવ કાયસ્થિતિ ૧૫૧ જીવ ભેદોની હોય છે. તે આ પ્રમાણે, તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદો (સમૂર્છાિમનાં ૧૦, ગર્ભજના ૧૦) મનુષ્યોનાં ૧૩૧ જીવ ભેદો. અપર્યાપ્તા સમૂર્છાિમના ૧૦૧ ભેદો.