________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ન ૪૪૩. કાચંડાનું આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ કાચંડાનું આયુષ્ય ૧ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૪૪. કાગડાઓનું આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ કાગડાઓનું આયુષ્ય વધારેમાં વધારે ૧૦૦ વર્ષનું હોય છે પ્રશ્ન ૪૪૫. કીડીઓનું આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ કીડીઓનું આયુષ્ય ત્રણ મહિના અથવા એક વર્ષનું હોય છે. આ વાત જીવવિચાર પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે વિરોધ આવે છે. સામાન્ય રીતે ૪૯ દિવસનું આયુષ્ય હોય પણ હસ્તલિખિત પ્રતમાં લખેલ હોવાથી જણાવેલ છે. (વિચારવા જેવું લાગે છે.) પ્રશ્ન ૪૪૬. કાનકડીયા વાગોળ જીવોનું આયુષ્ય કેટલું હોય? ઉત્તર : કાન કરંડીયા વાગોળ જીવોનું આયુષ્ય ૫૦ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૪૭. કુકડાનું આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ કુકડાનું આયુષ્ય વધારેમાં વધારે ૪૦ વર્ષ અથવા ૬૮ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૪૮. કુતરાનું આયુષ્ય કેટલું છે? ઉત્તર ઃ કુતરાનું આયુષ્ય વધારેમાં વધારે ૧૨ થી ૧૩ વર્ષ અથવા ર૬ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૪૯. કોયલનું આયુષ્ય કેટલું છે? ઉત્તર કોયલનું આયુષ્ય ૯૦ વર્ષનું હોઈ શકે છે. પ્રશ્ર ૪૫૦. કોહરૂ તથા ક્રૌંચ પક્ષીનું આયુષ્ય કેટલું છે? ઉત્તર કોતરૂં તથા ક્રૌંચ પક્ષીનું આયુષ્ય અનુક્રમે ૧૪થી ૧૬ વર્ષ અને (કૌચ પક્ષીનું) ૬૦ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૫૧. કેળના ઝાડનું આયુષ્ય કેટલું છે? ઉત્તર ઃ કેળના ઝાડનું આયુષ્ય વધારેમાં વધારે ૩ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪પર. ખજુરનાં ઝાડનું આયુષ્ય કેટલું છે? ઉત્તર : ખજુરનાં ઝાડનું આયુષ્ય વધારેમાં વધારે ૧૦૦૦ એકહજારવર્ષનું છે. પ્રશ્ન ૪૫૩. ગરોલીનું આયુષ્ય કેટલું છે? ઉત્તર : ગરોલીનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૧ વર્ષનું હોય છે.