________________
૭૭
જીવવિચાર
પ્રશ્ન ૪૫૪. ગરૂડ તથા ખલીર પક્ષીનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ગરૂડ તથા ખલીર પક્ષીઓ ૧૦૦ વર્ષ ઉપરનાં આયુષ્યવાળા હોય છે. પ્રશ્ન ૪૫૫. ગધેડાનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ગધેડાનું આયુષ્ય હાલ ૧૨ વર્ષનું અથવા ૨૦ વર્ષનું અથવા ૨૪ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૫૬. ગેંડાનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ગેંડાનું આયુષ્ય ૨૦વર્ષનું અથવા ૨૨ વર્ષનું અથવા ૧૦૦વર્ષનું હોઈ . શકે છે. પ્રશ્ન ૪૫૭. ગાયનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ગાયનું આયુષ્ય હાલ ૨૫ વર્ષનું અથવા ૩૫ વર્ષનું હોય છે. : પ્રશ્ન ૪૫૮. ગીધ જીવોનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ગીધ જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય ૧૦૦ અથવા ૧૫૦વર્ષનું હોઈ શકે છે. પ્રશ૪૫૯. ઘોડાનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર: ઘોડાનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૨૫ વર્ષ અથવા ૪૮ વર્ષ અથવા ૬૦ વર્ષનું હોય છે. મતાંતરે ૩૨, ૩૮, ૬૪ વર્ષનું પણ હોઈ શકે છે.' પ્રશ્ન ૪૬૦. ઘેટા તથા ઘુવડનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર: ઘેટાનું આયુષ્ય ૧૬ વર્ષનું અને ઘુવડનું ૫૦ વર્ષનું હોય છે. ' પ્રશ્ન ૪૬૧. ચિત્તાનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ચિત્તાનું આયુષ્ય ૧૬ વર્ષનું અથવા ૮૦ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૬૨. ચકોર, ચીલરી, ઝરખ, ડુક્કર વગેરેનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ચકોરનું આયુષ્ય ૫૦ વર્ષનું, ચીલરીનું આયુષ્ય ૫૦ વર્ષનું, ઝરખનું આયુષ્ય ૧૦૦ વર્ષનું અને ડુક્કરનું આયુષ્ય ૨૦ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૬૩. તીતર વગેરે જીવોનું કેટલું આયુષ્ય હોય છે? ઉત્તરઃ તીતર વગેરે જીવોનું આયુષ્ય નીચે કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે હોય છે. ક્રમ નામ વર્ષ ક્રમ નામ વર્ષ ૧ તીતર પક્ષી ૨૦ ૨ દેડકાઓનું ૧૦૦ ૩ પોપટનું ૫૦ - ૪– બપૈયાનું ૩૦