________________
જીવવિચાર
ઓ ગાહાઉ મારું એવું સંખેવઓ સમખાયા
જે પુણ ઈન્થ વિસેસ વિસેસ સત્તાઉ તે નેયા . ૩૯ ભાવાર્થ-જલચર, ઉર પરિસર્પ, ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વર્ષનું તથા પક્ષીઓનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય હોય છે. ૩ળા. સઘળાં સૂક્ષ્મજીવો અને સાધારણ વનસ્પતિકાયજીવો તથા સમૂર્છાિમ મનુષ્યો જધન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત સુધી જીવે છે. ll૩૮ આ પ્રમાણે સંક્ષેપથી અવગાહના આયુષ્ય દ્વારનું વર્ણન કર્યું તેમાં જે કાંઈ વિશેષ છે તે વિશેષ સૂત્રોથી જાણી લેવું. ૩ પર્યાપ્તા સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયનાં આયુષ્યનું વર્ણન આગળ આવી ગયેલ છે. પ્રશ્ન ૪૩૮. અજગર જીવોનું આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ અજગર જીવોનું આયુષ્ય વધારેમાં વધારે ૧૦૦ વર્ષનું છે પ્રશ્ન ૪૩૯. ઊંટનું વધારેમાં વધારે કેટલું આયુષ્ય છે? ઉત્તરઃ ઊંટનું વધારેમાં વધારે આયુષ્ય ૨૫ વર્ષનું હોય છે. વર્તમાનમાં વિચારકો ૩૦ વર્ષનું માને છે અને હસ્તલિખિત પ્રતોમાં ૩૫ વર્ષનું પણ હોય એમ કહેલું છે. જ્યારે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિથી સો વર્ષ ઉપર પણ જીવી શકે છે એમ મનાય છે. પ્રશ્ન ૪૪૦. ઉદર તિર્યંચોનું આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ સામાન્ય રીતે ઉંદરનું આયુષ્ય બે વર્ષનું હોય છે. વર્તમાન વિચારકોની અપેક્ષાએ દોઢ વર્ષનું હોય છે. જ્યારે હસ્તલિખિત પ્રતોમાં વશ વર્ષનું પણ હોય છે એમ જણાવેલ છે. પ્રશ્ન ૪૪૧. કબૂતરનું વધારેમાં વધારે આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ કબૂતરનુ વધારેમાં વધારે આયુષ્ય ત્રણ વર્ષનું હોય છે. મતાંતરે ચાલીસ વર્ષનું પણ હોઈ શકે છે. પ્રશ્ન ૪૪૨. કાચબાનું આયુષ્ય કેટલું હોય? ઉત્તર : કાચબાનું આયુષ્ય ૧૦૦ વર્ષથી ૧૦૦૦ વર્ષનું હોય છે અથવા ૬૦ વર્ષનું હોય છે.