________________
પ્રશ્નોત્તરી
७४
(૨) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ ક્ષેત્ર સાગરોપમના બે ભેદો કહેલાં છે. (૧) બાદર ક્ષેત્ર સાગરોપમ (૨) સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ. પ્રશ્નઃ ૪૩૪. બાદર ક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય? ઉત્તરઃ બાદર ઉદ્ધાર પલ્યોપમના માપ કાઢવા માટે પ્યાલામાં જે સંખ્યાતા ટુકડા રહેલાં છે તે વાળના ટુકડાઓને સ્પર્શેલા આકાશ પ્રદેશને સમયે સમયે બહાર કાઢવાથી જેટલો કાળ થાય તેટલા કાળને એકબાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. પ્રશ્ન ૪૩૫. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય? ઉત્તરઃ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનામાપમાં જે પ્યાલો છે તે પ્યાલામાં જે ટૂકડા રહેલા છે તેવાળનાં ટૂકડાને સ્પર્શેલાઆકાશ પ્રદેશો અને નહીં સ્પર્શેલા આકાશપ્રદેશોને સમયે સમયે બહાર કાઢીએ અને જેટલા કાળે તે ખાલીખાલી થાય ત્યારે તે કાળને એક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. પ્રશ્ન ૪૩૬. બાદર ક્ષેત્ર સાગરોપમ તથા સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ કોનેકહેવાય? ઉત્તર : બાદર ક્ષેત્ર પલયોપમનાં કાળને દશ કોટી કોટી સંખ્યાથી ગુણવા વડે જેટલી સંખ્યા પ્રાપ્ત થાય તેટલો એક બાદર ક્ષેત્ર સાગરોપમનો કાળ થાય છે. અને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના કાળને દશ કટાકોટીની સંખ્યાથી ગુણવા વડે જે સંખ્યા પ્રાપ્ત થાય તેને એક સૂક્ષ્મક્ષેત્ર સાગરોપમ કહેવાય છે. પ્રશ્ર૪૩૭. સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ તથાસાગરોપમનું કાર્ય શું છે? ઉત્તરઃ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ તથા સાગરોપમથી પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય જીવોનું પ્રમાણ કેટલું હોય છે તે દ્રષ્ટિવાદ નામના બારમા અંગમાં દ્રવ્યના પ્રમાણની વિચારણમાં આ ક્ષેત્ર પલ્યોપમ તથા સાગરોપમનું કાર્ય હોય છે.
જલયર ઉર ભુયગાણં પરમાઉ હોઈ પુવ કોડીઓ પખીર્ણ પુણ ભણીઓ અસંખભાગો ય પલિયસ્સા ૩૭
સવે સુહુમા સાહારણાય સમુચ્છિમાં મણુસ્સાયા ઉક્કોસ જહનેણે અંતમુહુર્ત ચિય જયંતિ | ૩૮ in