________________
જીવવિચાર
ટુકડાને બહાર કાઢતાં જેટલા કાળે તે પ્યાલો ખાલી થાય તેટલા કાળને એક બાદર અહ્વા પલ્યોપમ કહેવાય છે.એવા દશ (૧૦) કોટાકોટી પલ્યોપમ જેટલા કાળને એક બાદર અદ્દા સાગરોપમ કહેવાય છે.
૭૩
પ્રશ્ન : ૪૨૭. આ બાદર અટ્ઠા પલ્યોપમ તથા સાગરોપમનું શું કાર્ય છે? ઉત્તર ઃ આ બાદર અટ્ઠા પલ્યોપમ તથા સાગરોપમનું કાંઈ કાર્ય હોતું નથી. સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ વગેરેને સારી રીતે સમજી શકાય તે માટે કહેવામાં આવે છે. પ્રશ્ન : ૪૨૮. સૂક્ષ્મ અટ્ઠા પલ્યોપમ તથા સાગરોપમ કોને કહેવાય? ઉત્તર : જે સૂક્ષ્મ ઉદ્વાર પલ્યોપમનાં પ્યાલામાં રહેલા અસંખ્યાતાવાળના ટુકડામાંથી સો સો વર્ષે એક એક ટુકડો બહાર કાઢતાં જેટલા કાળે તે પ્યાલો ખાલી થાય તેટલા કાળને એક સુક્ષ્મ અા પલ્યોપમ કહેવાય છે. અને એવા દશ કોટાકોટી સુક્ષ્મ અહ્વા પલ્યોપમ કાળને એક સુક્ષ્મ અા સાગરોપમ કહેવાય છે. આ પલ્યોપમમાં અસંખ્યાતા વર્ષો પસાર થાય છે.
પ્રશ્ન ૪૨૯. એક અવસરપીણીનો કેટલો કાળ થાય?
ઉત્તર ઃ દશ કોટીકોટી સૂક્ષ્મ અહ્વા સાગરોપમે એક અવસરપીણી કહેવાય. પ્રશ્ન : ૪૩૦. એક ઉત્સ૨પીણીનો કેટલો કાળ થાય?
ઉત્તર ઃ દશ કોટાકોટી સૂક્ષ્મ સાગરોપમે એક ઉત્સ૨પીણી કહેવાય.
પ્રશ્ન : ૪૩૧. એક પુદ્ગલ પરાવર્તનનો કાળ કેટલો થાય? ઉત્તર ઃ અનંતી ઉત્સરપીણી અને અનંતી અવસરપીણીએ એક પુદૂગલ પરાવર્ત
કાળ થાય
પ્રશ્ન ઃ ૪૩૨. સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ તથા સાગરોપમનું શું પ્રયોજન (કાર્ય) હોય છે?
ઉત્તર ઃ સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ તથા સાગરોપમથી જગતામાં રહેલા ચારે ગતિના જીવોની કર્મની સ્થિતિ મપાય છે અને ભવ સ્થિતિનું એટલે આયુષ્યનાં પ્રમાણનું માપ (કાઢવામાં) ઉપયોગી થાય છે.
પ્રશ્ન : ૪૩૩. ક્ષેત્ર પલ્યોપમનાં કેટલા ભેદો છે? કયા કયા ? તથા ક્ષેત્ર સાગરોપમનાં કેટલા ભેદો થાય છે? ઉત્તર : ક્ષેત્ર પલ્યોપમનાં બે ભેદો કહેલાં છે.. (૧) બાદર ક્ષેત્ર પલ્યોપમ