________________
પ્રશ્નોત્તરી
પ્રશ્નઃ ૪૨ ૧. સૂક્ષ્મ ઉદ્ગાર પલ્યોપમ તથા સાગરોપમનાં કેટલા વર્ષો થાય? ઉત્તર ઃ સૂક્ષ્મ ઉદ્વાર પલ્યોપમમાં સંખ્યાતા કોટી વર્ષો જેટલો કાળ થાય છે અને તેનાથી દશ કોટી-કોટી સંખ્યાતા કોટી વર્ષો અધિક કાળ એક સાગરોપમને થાય છે.
id.
૭૨
પ્રશ્ન : ૪૨ ૨. આ સૂક્ષ્મ ઉદ્વાર પલ્યોપમ તથા સાગરોપમનું કાર્ય શું હોય છે? ઉત્તર ઃ આ સૂક્ષ્મ ઉદ્ગાર પલ્યોપમ તથા સાગરોપમથી તિńલોકમાં રહેલા દ્વીપો તથા સમુદ્રો કેટલા પ્રમાણમાં છે તેનું માપ કઢાય છે અર્થાત્ સૂક્ષ્મ ઉદ્વાર પલ્યોપમ તથા સાગરોપમથી દ્વીપો તથા સમુદ્રોની સંખ્યા મપાય છે. (જણાય છે) પ્રશ્નઃ ૪૨૩. એક વાળનાં અસંખ્યાતા ટુકડા જે કર્યાત ટુકડો દ્રવ્યનેઆશ્રયીને કેટલો નાનો થાય છે?
ઉત્તર ઃ જે વાળના અસંખ્યાતા ટુકડા કરેલાં છે તેમાંનો જે એક નાનામાં નાનો વાળનો ટુકડો અતિ સૂક્ષ્મ પુદ્ગલ કરતાં અસંખ્યાતમા ભાગના થાય છે એમ દ્રવ્યથી જાણવુ
પ્રશ્ન : ૪૨ ૪ ક્ષેત્રની અપેક્ષાએ તે નાનામાં નાનો ટુકડો કેટલા ક્ષેત્રમાં અવગાહીને રહેલો હોય છે?
ઉત્તર : ક્ષેત્રની અપેક્ષાએ તે અસંખ્યાતમા ભાગ જેટલો નાનામાં નાનો ટુકડો સૂક્ષ્મ વનસ્પતિકાય જીવોનું શરીર જેટલા ક્ષેત્રને અવગાહીને રહેલું હોય છે તેનાથી અસંખ્યાત ગુણો માટો હોય છે અને પર્યાપ્તા બાદર પૃથ્વીકાય જીવના શરીરની અવગાહના જેટલી અવગાહનાવાળો તે ટુકડો હોય છે એટલે બાદર પૃથ્વીકાય જીવના શરીર જેટલો નાનો એક વાળનો ટુકડો હોય છે.
પ્રશ્ન : ૪૨૫. અદ્દા પલ્યોપમ તથા સાગરોપમના કેટલા પ્રકાર છે? કયા કયા? ઉત્તર : અઠ્ઠા પલ્યોપમના બે પ્રકાર છે અને સાગરોપમના પણ બે પ્રકાર છે. (૧) બાદર અટ્ઠા પલ્યોપમ (૨) સૂક્ષ્મ અદ્રા પલ્યોપમ (૧) બાદર અઠ્ઠા સાગરોપમ (૨) સૂક્ષ્મ અટ્ઠા સાગરોપમ.
પ્રશ્ન : ૪૨૬. બાદર અટ્ઠા પલ્યોપમ તથા સાગરોપમ કોને કહેવાય છે? ઉત્તર : જે બાદર ઉદ્ગાર પલ્યોપમ માટે પ્યાલામાં જે વાળનાં ટુકડા રહેલા હતા (સંખ્યાતા વાળના ટુકડાવાળો પ્યાલો) તે ટુકડાને સો સો વર્ષે એક એક