________________
૩૧
જીવવિચાર
૨૦૯૭૧૫ર સમાઇ શકે છે. આવા વાલાઝથી પ્યાલો પૂરો ઠાંસી ઠાંસીન : ભરવો. તે વાળના ટુકડા ઉપર ચક્રવર્તીનું સૈન્ય ચલાવી દેવાય તો પણ જરાયા જગ્યા ન રહે જે અગ્નિથી બળે નહિ, વાયુથી 3 નહિ, અને પાણીથી ભીંજાય નહિ તે વાળના ટુકડાને એક એક સમયે બહાર કાઢતાં જેટલા કાળે પ્યાલો ખાલી થાય તે બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે તે પ્યાલામાં સંખ્યાતા જ ટુકડા સમાઈ શકતા હોવાથી આ પલ્યોપમ સંખ્યાતા સમયનું જ હોય છે. આવા સંખ્યાતા સમયના કાળ પ્રમાણ એક બાદર ઉદ્વાર પલ્યોપમ થાય છે. પ્રશ્નઃ ૪૧૬. બાદર ઉદ્ધાર પલ્યોપમને ખાલી કરતાં કેટલો કાળ લાગે છે? ઉત્તરઃ બાદર ઉધ્ધાર પલ્યોપમને ખાલી કરતાં સંખ્યાતા સમય લાગે છે. પ્રશ્નઃ ૪૧૭. એક બાદર ઉદ્ધાર સાગરોપમનો કાળ કેટલો? ઉત્તરઃ એક પલ્યોપમનો જેટલો કાળ થયો છે એવા દશ કોટા-કોટી પલ્યોપમે એક બાદર ઉદ્ધાર સાગરોપમ થાય છે. પ્રશ્નઃ ૪૧૮. કોટા-કોટીની સંખ્યા કોને કહોવાય? ઉત્તરઃ ક્રોડને ક્રોડ વડે ગુણવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તેને એક કોટા-કોટીની સંખ્યા કહેવાય. પ્રશ્ન-૪૧૯. બાદર ઉદ્ધાર પલ્યોપમનું તથા સાગરોપમનું શું કાર્ય છે? ઉત્તર બાદર ઉદ્ધાર પલ્યોપમ તથા સાગરોપમનું કાર્ય કાંઈ હોતું નથી. તેથી આ પલ્યોપમ તથા સાગરોપમને સ્થૂલ પણ કહેવાય છે. માત્ર આ જાણવાથી સૂક્ષ્મ પલ્યોપમ તથા સાગરોપમ સહેલાઈથી જાણી શકાય તે માટે કહેવામાં આવે
પ્રશ્નઃ ૪૨૦. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ તથા સાગરોપમ કોને કહેવાય? ઉત્તરઃ બાદર ઉદ્વાર પલ્યોપમમાં જે વાલાઝો ભર્યા હતા તે એક એક વાલાઝનાં અસંખ્યાતા કલ્પેલાં ટુકડાથી પ્યાલો ભરીને સમયે સમયે એક એક વાળનો ટુકડો એક એક સમયે બહાર કાઢતાં જેટલા કાળ પ્યાલો ખાલી થાય તેટલા કાળને એક સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે અને તેવા દશ કોટા-કોટી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે.